ખંભાળીયા પાલિકા તથા ભાજપ દ્વારા શ્રમિક દિવસની ઉજવણી કરાઈઃ સફાઈ કામદારોને કરાયા સન્માનિત
નગરના માર્ગોની સફાઈ સુધારવા અધિકારીઓને તાકીદ
ખંભાળીયા પાલિકા તથા ભાજપ દ્વારા શ્રમિક દિવસની ઉજવણી ખંભાળીયાના પાલિકા યોગ હોલમાં કરવામાં આવી હતી. જેમાં શ્રમિક સફાઈ કામદારનું મોં મીઠુ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સફાઈ કામદાર મંડળ તથા અગ્રણીઓ દ્વારા હોદ્દેદારોનું પણ દ્વારકાધીશના ઉપરણાથી સન્માન કરવામાં આવ્યું હતું. રસીકભાઈ નકુમ તથા ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક વક્તવ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, પાલિકા પ્રમુખના પ્રતિનિધિ જીતેશભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, અખિલ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના રાજય મહામંત્રી રમેશભાઈ વાઘેલા, વજુભાઈ વાઘેલા, પાલિકા સદસ્ય ગાગીયાભાઈ, કિશોરભાઈ નકુમ, રાણાભાઈ ગઢવી, નિરવભાઈ કવૈયા વિગેરે જોડાયા હતાં.