જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

સુપ્રિમ કોર્ટના દૂરગામી ચુકાદા પછી પણ 'સ્વચ્છ રાજનીતિ'ની આશા રાખી શકાય ખરી ?

સુપ્રિમ કોર્ટે વર્ષ-૧૯૯૮ નો પોતાનો જ એક ફેંસલો પલટાવીને ગઈકાલે એ પ્રતિપાદિત કર્યુ છે કે લોકતંત્રમાં હંમેશાં જનહિત અને સમાનતા ને પ્રાધાન્ય અપાતું હોય છે અને પરિવર્તનો થતા રહેતા હોય છે. ભૂતકાળમાં કોઈ અલગ પરિપ્રેક્ષ્ય કે સંજોગોમાં અપાયેલા ચુકાદા વર્તમાન સમયને સુંસંગત ન હોય કે પછી ભૂતકાળમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે જાહેર હિત, જનહિત અને લોકતંત્રની સુરક્ષા માટે સુધારી શકાતી હોય જ છે, પછી ભલે સરકાર હોય, અદાલત હોય કે સંસદ હોય.... પરિવર્તન તો કુદરતનો પણ નિયમ છે, ખરું ને ?

ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોને કેટલાક વિશેષાધિકારો મળેલા છે, જ્યારે કેટલીક બાબતોમાં પ્રજાના ચૂંટાયેલા જનસેવકોને કાયદાની દૃષ્ટિએ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ગણવામાં આવ્યા છે. બંધારણની જુદી જુદી કલમો હેઠળ આ તમામ વિશેષાધિકારો અને તેની મર્યાદાઓ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી જ છે, અને તેનું અર્થઘટન દેશના ન્યાયતંત્ર દ્વારા થતું રહેતું હોય છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં બંધારણીય બેન્ચની વ્યવસ્થા છે, અને એક લાર્જર બેન્ચનો ગઈકાલે આવેલો એક નિર્ણય આજે દેશભરમાં વ્યાપક સ્વરૃપમાં ચર્ચાઈ રહ્યો છે. લગભગ  અઢી-ત્રણ વર્ષ પહેલા દેશની અને અદાલતોમાં સંસદમાં જે કાંઈ થયેલંુ અને તે પછી જે પ્રક્રિયા થઈ અને કાનૂની જંગ ખેલાયો, તેની સ્મૃતિઓ પણ તાજી થઈ ગઈ, એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો જ ભૂતકાળનો એક ફેંસલો પલટાવીને એક ઉમદા દૃષ્ટાંત પણ બેસાડ્યું છે. હવે આ ફેંસલાની દેશના રાજકરણ પર પણ દીર્ધકાલિન અસરો થવાની છે.

આ ચુકાદો આપતા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ભ્રષ્ટાચાર અને લાંચ-રૃશ્વત ભારતીય સંસદીય લોકશાહીની પ્રક્રિયા અને મૂળ ભાવનાને નષ્ટ કરે છે, સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે આ ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપતા કહ્યું છે કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને બચી શકે નહીં, તેઓને કાનૂની કે બંધારણીય રક્ષણ મળી શકે નહીં, લાંચ-રૃશ્વત-ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ વિશેષ છૂટ આપી શકાય નહીં, તેવા અર્થઘટનો આ ચુકાદાના નીકળી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડની સાત સભ્યોની બેન્ચે સર્વાનુમતે નિર્ણય આપતા કહ્યું કે ધારાસભ્ય કે સંસદસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર થાય કે લાંચ-રૃશ્વત સ્વીકારાય તો તેથી ઈમાનદારી (ઓનેસ્ટી)નો છેદ ઉડી જાય છે. લાંચ, રૃશ્વત કે ભ્રષ્ટાચારને સંસદીય વિશેષધિકાર હેઠળ સુરક્ષા આપી શકાય નહીં.

વર્ષ-૧૯૯૮ માં ઝારખંડ મૂક્તિ મોરયા લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી એવો નિર્ણય લીધો હતો કે 'નોટ ફોર વોટ'ના કિસ્સામાં ધારાસભ્ય કે સંસદસભ્ય સામે કેસ દાખલ થઈ શકે નહીં, કારણ કે તેઓને વિશેષાધિકારો મળેલા છે. ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી આપેલો ચુકાદો સર્વાનુમતિથી પલટાવી દીધો હતો. હવે જો કોઈ સંસદસભ્ય કે ધારાસભ્ય 'વોટ ફોર નોટ' જેવું કોઈપણ કૃત્યુ કરે અને તે પુરવાર થાય, તો તેને કોઈ કાનૂની રક્ષણ કે વિશેષાધિકાર મળશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો અને સોશ્યલ-મીડિયાના માધ્યમથી સુપ્રિમ કોર્ટની બેન્ચના ચુકાદાને 'મહાન' ગણાવીને કહ્યું કે આથી સ્વચ્છ રાજનીતિ સુનિશ્ચિત થશે અને લોકોને સિસ્ટમમાં વધુ ઉંડો વિશ્વાસ મળશે. તે પછી વિપક્ષી વર્તુળોમાંથી કેટલાંક દૃષ્ટાંતો સાથે કટાક્ષો પણ થઈ રહ્યા છે.

આ ચુકાદાને આમ તો સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે, પરંતુ દેશભરમાં મોટાપાયે થઈ રહેલા પક્ષાંતરોને સાંકળીને લોકો એવો કટાક્ષ કરી રહ્યા છે કે જ્યાં સુધી 'આયારામ....ગયારામ'ની રાજનીતિને છુપું પ્રોત્સાહન મળતું બંધ નહીં થાય, ત્યાં સુધી 'સ્વચ્છ રાજનીતિ'ની  આશા રાખવી નકામી છે અને લોકોને 'સિસ્ટમ'માં કેટલો વિશ્વાસ બચ્યો છે, તે તો હવે 'ઓપન સિક્રેટ' જ છે ને ?

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે, તે પહેલાં જ એકાદ-બે કોંગીનેતાઓએ રાજીનામા આપ્યા, તેને કેન્દ્રમાં રાખીને જે માહોલ ઊભો કરાઈ રહ્યો છે, તે આપણી સામે જ છે... એક તરફ વિપક્ષી નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, તો બીજી તરફ દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા કેટલાક સિનિયર નેતાઓ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા છે અથવા તો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે જોતાં એમ જણાય છે કે, આ તમામ ઘટનાક્રમો પાછળ કોઈ ચોક્કસ રણનીતિ કામ કરી રહી હોવી જોઈએ.... જોઈએ... ચૂંટણી આવતા સુધીમાં કેવા કેવા નવા નવા ખેલ રચાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વ્યસન મુક્તિ ઝુંબેશ કેટલી સફળ...? કેફી દ્રવ્યોની બદી કેમ નિરંકુશ છે...? કોઈની પાસે છે કોઈ જવાબ...?

પટણામાં જનવિશ્વાસ સંમેલનમાં વિરાટ જનમેદની જોઈને અને વિપક્ષી દિગ્ગજોના જુસ્સેદાર ભાષણો પછી દેશમાં લોકસભાની ચૂંટણી એક તરફી બની રહી હોવાનો ભ્રમ તૂટી ગયો હોવાના દાવાઓ થવા લાગ્યા છે, તો બીજી તરફ ભાજપની પ્રથમ યાદી બહાર પડ્યા પછી અને બીજી યાદી બહાર પડે તે પહેલાં ભાજપના કેટલાક દિગ્ગજો તથા વર્તમાન સાંસદોએ રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ગુજરાતમાં નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી, તેને ટાંકીને અટકળો ઉપરાંત કટાક્ષો પણ થવા લાગ્યા છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજનીતિથી અલગ ગણી શકાય તેવું કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું એક નિવેદન પણ ધ્યાનાકાર્ષક બન્યું છે.

અમિતભાઈએ ગઈકાલે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે નાર્કોના નેટવર્ક અને શરાબના માર્કેટને ભેદવા અસરકારક કદમ ઉઠાવ્યા છે. જેથી સંખ્યાબંધ પેડલર્સ ઝડપાયા છે, અને ડ્રગ્સ, માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ માટે ઝુંબેશ ચાલી રહી છે.

અમિતભાઈના આ દાવાની ચર્ચા ભલે રાજકીય રીતે મુલવાઈ રહી હોય, પણ કેન્દ્રના સ્ટેટેસ્ટિક્સ અને યોજનાકીય ઈમ્પ્લીમેશન વિભાગ (એનએસએસઓ) દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ મુજબ પાન, તમાકુ, નશીલા દ્રવ્યો અને નશાકારક ચીજવસ્તુઓ પર લોકોનો એવેરજ ખર્ચ શિક્ષણ પર થતા ખર્ચ કરતા પણ વધી ગયો છે. આ આંકડા ઘણાં જ ચોંકાવનારા અને ચિંતાજનક છે, અને એટલે જ આ વિષયને માત્ર રાજકીય રીતે મુલવી શકાય તેમ નથી.

વર્ષ-ર૦રર થી વર્ષ-ર૦ર૩ દરમિયાન ઓગસ્ટથી એક વર્ષના સમયગાળા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અને તેમાં ઘરવપરાશ માટે થતો ખર્ચ (એચસીઈએસ) અને પરિવાર દીઠ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીઈસી) વિષે ઝીણવટપૂર્વક વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ સર્વે હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશો તથા દેશના વિવિધ આર્થિક અને સામાજિક જૂથોના જીવનધોરણનો કયાસ કાઢવા અને વલણો નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

આ સર્વે મુજબ દેશમાં પાન, તમાકુ, ધુમ્રપાન અને માદક દ્રવ્યો તથા નશાકારક પદાર્થો (ડ્રગ્સ વિગેરે) પર લોકોનો ખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં માત્ર શેહરી વિસ્તારો જ નહીં, પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો ખર્ચ વધ્યો છે.

આ સર્વે મુજબ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ-ર૦૧૧-૧ર માં આ પ્રકારનો ખર્ચ એવરેજ ૩.ર૧ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૭૯ ટકા થયો હતો. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં આ ખર્ચ-ર૦૧૧-૧ર માં ૧.૬૧ ટકા હતો જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ર.૪૩ ટકા થયો હતો.

બીજી તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષણ પર થતા ખર્ચનું સરેરાશ પ્રમાણ આ સમયગાળામાં વર્ષ-ર૦૧૧-૧ર માં ૬.૯૦ ટકા હતુ, જે વર્ષ-ર૦રર-ર૩ માં ઘટીને પ.૭૮ ટકા થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આ ખર્ચનું પ્રમાણ વર્ષ-ર૦૧૧-૧ર માં ૩.૪૭ ટકા હતું. જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૩૦ ટકા થઈ ગયું હતું.

એક અન્ય ઉપયોગી વિગતો પણ આ સર્વે દરમિયાન સપાટી પર આવી છે. આ ડીપ સર્વે મુજબ શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ-ર૦૧૧-૧ર માં ૮.૯૮ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૧૦.૬૪ ટકા થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિગર્સ મુજબ વર્ષ-ર૦૧૧-૧ર માં ૭.૯૦ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૯.૬ર ટકા થઈ ગયો હતો. આ તમામ આંકડાઓ ચિંતાજનક છે.

જો વ્યસનો અને બીનજરૃરી પીણાંઓ તથા ફાસ્ટફૂડનો ખર્ચ અંકુશમાં આવી જાય તો લોકોની માથાદીઠ આવકનો સારો એવો હિસ્સો બચી જાય, જેથી લોકોની આર્થિક સ્થિતિ તો પહેલાની સરખામણીમાં મજબૂત બને જ, પરંતુ સાથોસાથ સામાજિક સ્થિતિ, પ્રતિષ્ઠા અને જીવનધોરણમાં પણ મોટો હકારાત્મક તફાવત આવી જાય તેમ છે. આ દૃષ્ટિએ માત્ર સરકારે જ નહીં, પરંતુ સમાજે પણ વિચારવું પડે તેમ છે, અને બિનજરૃરી ખર્ચાઓ તથા વ્યસનો સાથે જનજાગૃતિ ઝુંબેશ ચાલતી રહેવી જોઈએ, તેમ નથી લાગતું...?

આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરેલી વ્યસનમુક્તિની વાત સુસંગત છે, અને અનેક જિંદગીઓને બરબાદ કરતા તથા સ્વાસ્થ્યનું નિકંદન કાઢીને દર્દભર્યુ મોત આપતા વ્યસનોથી સમાજ મુક્ત થાય, તે દિશામાં સાર્વત્રિક પ્રયાસો જરૃરી પણ છે, પરંતુ ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્રવ્યો કરતાં પણ વધુ ખતરનાક કટ્ટરતા, નફરત અને સત્તા કે સંપત્તિનો નશો પણ જનજીવનને બરબાદ કરનારો હોય છે, અને તેનો ભોગ બની ન જવાય, તે માટે પણ સૌ કોઈએ જાગૃત રહેવું જોઈએ, ખરૃં કે નહીં...?

અત્યારે લોકસભાની ચૂંટણીઓના પ્રચારની આંધી વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ઉડી જાય તેમ છે. હકીકતે સરકારી વ્યસનમુક્તિ ઝુંબેશ અને અનેક સંગઠનો, સંસ્થાઓ, સમાજો અને જાગૃત નાગરિકોના તદ્દવિષયક અભિયાનો કેટલા સફળ થાય છે...? આટલા બધા પ્રયાસો છતાં વ્યસનો નાબુદ કેમ થતા નથી...? કેફી દ્રવ્યોનો વેપલો કેમ વધી રહ્યો છે...? ગુજરાત જેવા રાજ્યોમાં પણ દારૃબંધી તદ્દન નિષ્ફળ કેમ થઈ રહી છે...? તેવા સવાલોના જવાબ પણ મેળવવા જ પડે તેમ છે... પણ તેમાં કોઈની પ્રબળ ઈચ્છાશક્તિ કેમ જોવા મળતી નથી...? છે કોઈ જવાબ...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હાલાર બન્યુ ગ્લોબલ.... નગરનું ભાવિ ઉજ્જવળ... નેતાઓની હડિયાપટ્ટી, તંત્રોની કસોટી...

ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે, તેની ચર્ચા ગઈકાલથી જ થઈ રહી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઈકાલના જામનગરના કાર્યક્રમો દરમિયાન પણ આ પ્રકારના સંકેતો મળી રહ્યા હતાં.

હમણાંથી હાલાર ગ્લોબલ લેવલે ઝળકી રહ્યું છે અને 'છોટીકાશી' તરીકે ઓળખાતું રજવાડી નગર જામનગર, વિશ્વકક્ષાનું હિન્દુઓનું યાત્રાધામ દ્વારકા, વિવિધ ધર્મસ્થળો, ટુરીઝમ ડેસ્ટિનેશન સમુ બેટ દ્વારકા અને બન્ને જિલ્લાઓના પ્રવાસ-પર્યટન સ્થળોને સાંકળીને હાલાર વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જામનગરના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ કરવામાં આવી રહી છે.

બીજી તરફ બન્ને જિલ્લાઓનું વહીવટીતંત્ર અત્યારે કસોટીની એરણે ચડયું હોય તેમ વિવિધ પ્રકારની તૈયારીઓ તથા ફરજોમાં વ્યસ્ત છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત શાળા-કોલેજોની અન્ય પરીક્ષાઓને લઈને તમામ પ્રકારની કાળજી સાથે તૈયારીઓ થઈ રહી છે અને ઉત્તરપ્રદેશની જેમ 'પેપરલીક' થઈ ન જાય, તે માટેની કાળજી સાથે ચૂસ્ત બંદોબસ્ત અને પર્યટન વ્યવસ્થાઓ ઊભી કરવાની કવાયત કરવામાં આવી રહી છે. કેટલીક શાળાઓ તથા સંસ્થાઓ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાનો 'હાઉ' નહીં રાખવા અને પરીક્ષાઓ દરમિયાન કેવી રીતે તૈયારી કરી શકાય તેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે પ્રયોગાત્મક પરીક્ષાઓ યોજીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ કરાવી રહી છે.

બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓને લઈને પણ જિલ્લાતંત્રોને વિવિધ સૂચનાઓ મળી રહી છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પણ ચૂંટણીપ્રચાર દરમિયાન કઈ કઈ કાળજી રાખવી અને કઈ કઈ મર્યાદાઓ રાખવી તેની એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય, તેને ગણત્રીના દિવસો જ બાકી રહ્યા હોવાથી દેશભરમાં ફટાફટ વિકાસકામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, અને ગુજરાતમાં પણ રાજ્યભરમાં મંત્રી મહોદયો (ચૂંટણીલક્ષી) સરકારી પ્રવાસો કરી રહ્યા હોય, તેમ ઉદ્ઘાટનો, શિલાન્યાસો સાથે નવા નવા વાયદાઓ કરી રહેલા સંભળાય છે. આ કારણે હાલારના બન્ને જિલ્લાઓમાં પણ વીઆઈપી અને વીવીઆઈપીની અવર-જવર વધી રહી છે, જેના બંદોબસ્ત, વ્યવસ્થાઓ અને આગતા-સ્વાગતા-સરભરાની સાથે સાથે વિશેષ ઢબે સફાઈ-દવા છંટકાવ અને ક્ષતિઓ ઢાંકવાની ગતિવિધિઓ-પ્રવૃત્તિઓ વધી જતાં તમામ તંત્રોને હડિયાપટ્ટી કરવી પડી રહી છે, લોકો સાફ-સુથરા માર્ગો અને રોડના કાંઠે પાથરેલી ડીડીટી પાવડર દવાઓ જોઈને સમજી જાય છે કે કોઈક મોટંુ માથું આવવાનું લાગે છે !

હાલારમાં યાત્રાધામ દ્વારકામાં પણ વડાપ્રધાન સુદર્શન બ્રીજનું ઉદ્ઘાટન અને સ્કૂબા ડાઈવીંગ કરી ગયા પછી ત્યાં એક તરફ યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે પેસેન્જર બોટ ચલાવીને ગુજરાન ચલાવતા હજાર-બારસો શ્રમિકો-સંચાલકોની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જો કે, બેટદ્વારકા જમીન માર્ગે જોડાઈ ગયા પછી હવે ત્યાં પૂરક વ્યવસાયો, ધંધા-રોજગારની વિપુલ તકો હોવાથી આ લોકોને ત્યાં ડાઈવર્ટ કરી શકાશે, પરંતુ તે માટે સરકારી તંત્રોએ હસ્તક્ષેપ કરવો પડે તેમ જણાય છે, ખરું કે નહીં ?

આમ તો, જામનગર ભારતીય સેનાની ત્રણેય પાંખો છે, જામસાહેબના વારસા સમુ રજવાડી નગર લાખોટાતળાવ, ભુજીયો કોઠો, મ્યુઝીયમ અને વિશ્વકક્ષાના ધાર્મિક સ્થળો-મંદિરો ધરાવે છે, તેમ જ બાંધણી, કંકુ-સુરમો-કાજલ, સુડી જેવી ચીજવસ્તુઓ તથા બ્રાસ ઉદ્યોગ જેવી વિશેષતાઓના કારણે વૈશ્વિક કક્ષાએ પહેલેથી જ ઝળકી રહ્યું છે, અને યાત્રાધામ દ્વારકા પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને બેટદ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે ગ્લોબલ મેપમાં જ હતું, અને હવે તેમાં સુદર્શન બ્રીજ, શિવરાજપુર, ઓખામઢી, ડન્ની પોઈન્ટ અને હર્ષદ જેવા વિવિધ બીચ તથા રિલિજિયસ અને ઈકો ટુરિઝમના સંયોજનના કારણે હવે આખું હાલાર ગ્લોબલ ઈમ્પોરટન્ટ ડેસ્ટિનેશન્સની અગ્રીમ હરોળમાં આવી ગયું છે.

બીજી તરફ અંબાણી પરિવારના આંગણે અનંતના લગ્નોત્સવના કારણે લગભગ આખી દુનિયા જાણે જામનગર તરફ આવી રહી હોય તેમ જણાય છે, અને બોલીવુડ, હોલીવુડ, ખેલજગતના સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ વિવિધ રાષ્ટ્રોના વડાઓ, પૂર્વવડાઓ, રાજ્ય કેન્દ્ર-સરકારના પ્રતિનિધિઓ-મહાનુભાવો, સંતો-મહંતો, ઉદ્યોગ-વ્યાપાર, સાયન્સ, ટેકનોલોજી-કોર્પોરેટ સહિત વિવિધ ક્ષેત્રોના ગ્લોબલ લીડર્સ, દિગ્ગજો અને વૈશ્વિક ખ્યાતનામ હસ્તીઓ પણ અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેરેમનીમાં પહોંચી રહ્યા છે, આ જ નેશનલ હાઈવે પર ડબ્લ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ મેડિસિન સેન્ટર પણ આકાર લઈ રહ્યું છે, આ બધાના કારણે કહી શકાય કે હાલાર 'ગ્લોબલ' બની રહ્યું છે. ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે... ભારતની ગરિમા વધી રહી છે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગ્લોબલ વોર્મીંગ, કલાઈમેટ ચેઈન્જ રિન્યુએબલ એનર્જી સ્કીમ્સ... દાવાઓ અને હકીકતો....

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનું ૪ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, માવઠાની આગાહી સાથે કેટલાક સ્થળે કમોસમી વરસાદ થયો છે. કોમર્શિયલ એલપીજીમાં ભાવવધારો કરાયો છે અને ઉનાળાના પ્રારંભે જ દેશના કેટલાક વિસ્તારોમાં જળસંકટના એંધાણ વર્તાયા છે, તેવા અહેવાલો વચ્ચે દેશની આબોહવા પર ગ્લોબલ વોર્મીંગ વિષે થયેલા નવા અભ્યાસના ચોંકાવનારા તારણો આવ્યા છે.

ભારતનું સરેરાશ તાપમાન જો ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, તો હિમાચલની મહત્તમ નદીઓ, ઝરણાં, જળસ્ત્રોતો સુકાઈ જતા આ પહાડી વિસ્તારોમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. કલાઈમેટ ચેઈન્જ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ જે પેરિસ સમજૂતિ મુજબ દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધતું નહીં અટકાવાય તો દેશમાં ભયંકર દુષ્કાળ પડવાની સંભાવના છે. આ સ્થિતિનું નિર્માણ ગ્લોબલ વોર્મીંગના કારણે થઈ શકે છે, ત્યારે કલીન ઉર્જાના નિર્માણને પ્રોત્સાહિત કરીને ગ્લોબલ વોર્મીંગ અને કલાઈમેટ ચેઈન્જના ક્ષેત્રે રાહત મળી શકે છે.

ભારતમાં કલીન ઉર્જાનું નિર્માણ કરીને ગ્લોબલ વોર્મીંગ અટકાવવા કે ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જીની પોલિસી અપનાવાઈ રહી છે, અને કેન્દ્ર સરકારે આ માટે એક નવી યોજના બનાવી છે. ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજુરી આપી દીધી છે, જે અંતર્ગત દેશના એક કરોડ ઘરો પર સોલાર પ્રોજેકટ સ્થાપીને એક કરોડ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે, આ યોજનાનું લોન્ચીંગ ૧૩ મી ફેબ્રુઆરીના થયુ હતું અને તે માટે રૂ. ૭પ હજાર કરોડથી વધુ રકમની જોગવાઈની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. આ યોજના અંતર્ગત એક કિલોવોટની સ્કીમ માટે રૂ. ૩૦ હજાર અને બે કિલોવોટની સ્કીમ માટે રૂ. ૬૦ હજાર તથા ૩ કિલોવોટની સ્કીમ માટે રૂ. ૭૮ હજારની સબસીડીની મંજુરી ૧.૭ લાખ લોકોને રોજગારીની તકો મળશે, તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ દ્વારા કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય છે, તે અંગે પણ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. બિન પરંપરાગત અને કલીન ઉર્જાના ક્ષેત્રે આ યોજના એક વિરાટ મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

કેટલાક રાજ્યોએ પણ રિન્યુએબલ એનર્જી નો અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના બજેટમાં વર્ષ ર૦ર૪-રપમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૭૩૮ કરોડની જોગવાઈ થઈ છે, જેમાં કિસાન સર્વોદય યોજના માટે રૂ. ૧પ૭૦ કરોડ તથા કૃષિવિષયક વીજ જોડાણો વધારવા માટે રૂ. ૧૦૧૦ કરોડનો સમાવેશ થાય છે. આ યોજના ઉપરાંત વીજકંપનીના સબસ્ટેશનોની આજુબાજુની સરકારી ફાજલ જમીન પર રપ૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની જોગવાઈ પણ થઈ છે, જે બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી-ર૦ર૩ હેઠળ પણ સોલાર, વિન્ડ તથા હાઈબ્રીડ ટેકનોલોજી આધારિત રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને ઉત્તેજન આપવાના દાવાઓ થયા હતાં અને આ પોલિસી હેઠળ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફલોટીંગ સોલાર, રૂફટોપ વિન્ડ તથા વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટસને આવરી લેવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી એ તેનો ઓપરેશનલ સમયગાળો વર્ષ-ર૦ર૮ સુધીનો રાખવામાં આવ્યો છે.

જો કે, વિપક્ષી નેતાઓ કેન્દ્ર-રાજય સરકારની ઉર્જાનીતિ સહિતના દાવાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, અને ભાજપ સરકારના ખાવાના અને દેખાડવાના દાંત જુદા જુદા હોવાનો કટાક્ષ થઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો અને ચાલુ નાણાકીય વર્ષના અંતે ગુજરાત પર રૂ. સવા ચાર લાખ કરોડને દેવુ આંબી જશે, તેમ જણાવી સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રાજ્યની આવકના ૪પ ટકા નાણા દેવા પર વ્યાજ, કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચાઈ જાય છે, ત્યારે રાજ્ય સરકાર આવક વધારવાના પ્રયાસો કરવાના બદલે ખોટ જાય, તેવા કદમ કેમ ઉઠાવી રહી છે.

રિન્યુએબલ એનર્જીના મુદ્દે મોઢવાડિયાએ આકરી ટીકા કરતા કહ્યું કે ગુજરાત સરકાર પાવર પ્લાન્ટસના આધુનિકરણ અને લિગ્નાઈટ વગેરે પાવર પ્લાન્ટ્સના તકનીકી અપગ્રેડેશનના બદલે તેને બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘીદાટ વીજળી ખરીદી રહી હોવાથી સરકારી તિજોરીને કરોડોની ખોટ જાય છે, જે પબ્લિક મની છે. લિગ્નાઈટ પ્લાન્ટની પ્રોડકશન કેપેસિટી ૧ર૦૦ મેગાવોટ હતી, તે ઘટાડીને ૭૦૦ મેગાવોટની આજુબાજુ કરીને તેની પૂર્તતા ખાનગી કંપનીઓની મોંઘી વીજળી દ્વારા કરવાના કારણે સરકાર પર બોજ વધ્યો છે. મોઢવાડિયાએ વિધાનસભામાં કેટલીક જાણીતી ઔદ્યોગિક કંપનીઓને હાઈડ્રોજન પ્રોજેકટ માટે બે લાખ હેકટર જમીન ફાળવી હોવા છતાં એક પણ કામ શરૂ થયું નહીં હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો.

આમ, કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકારે ઉર્જાક્ષેત્રે જે કાર્યપદ્ધતિ અપનાવી છે, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઘણાં લોકો પી.એમ. સુર્યઘર યોજનાને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો કારસો ગણાવી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો આ યોજનાને દૂરગામી સારા ફળો આપનારી ગ્લોબલ વોર્મીંગ ઘટાડનારી, પર્યાવરણની રક્ષક, કલાયમેટ ચેઈન્જમાં રાહત આપનારી અને મધ્યમવર્ગ માટે લાભકારી ગણાવી રહ્યા છે, બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા વિપક્ષી દિગ્ગજ નેતાઓ દ્વારા જે અંગૂલીનિર્દેશ કર્યો હોય, તેને લક્ષ્યમાં લઈને પણ સરકારે પોલિસીમાં જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ અને ગુજરાતની જનતાના ગજવા પરથી ભાર ઓછો થાય, તેવા પારદર્શક કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું? 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટોક ઓફ ધ ટાઉન... ટોક ઓફ ધ હાલાર... ટોક ઓફ ધ નેશન... મોરારજીભાઈને સ્મરણાંજલિ...

આવતીકાલે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મીલેટ્સ એકસ્પોનો ઉદ્ઘાટન ઉપરાંત લગભગ ત્રણ અબજના વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો થશે,, સ્પોર્ટકોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત અને પોલીસ હેડકવાર્ટરમાં સ્પોર્ટસ - ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ પછી શહેરની રમત-ગમત પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રકારના વિકાસના કામોના નિર્માણ પછી તેના સંચાલન નિભાવ, દેખરેખ અને વખતોવખત નવીનીકરણ-આધુનિકરણ વ્યવસ્થાઓ પણ અત્યારથી જ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી લેવામાં આવી હોય તો તે સમયોચિત કદમ ગણાશે, કારણ કે ઘણી વખત આ પ્રકારની દૂરંદેશીમાં ત્રુટિ રહી જાય, તો કેટલીક સુવિધાઓનો મૂળ ઉદ્દેશ્ય જ માર્યો જતો હોય છે.

જામનગર સહિત હાલારમાં અત્યારે ખાવડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા પારિવારિક પ્રસંગની ઉજવણીના ભાગરૃપે ગ્રામ્ય વિસ્તારો તથા ગ્રામજનોને સાંકળીને યોજાઈ રહેલા કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઈત્તરપ્રવૃત્તિઓની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે જામનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સેરેમનીમાં જવાના છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગને સાંકળીને કેટલીક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને સંખ્યાબંધ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ તથા મોટા નેતાઓ આવી રહ્યા હોવાથી આ પારિવારિક પ્રસંગે સમગ્ર દેશનું પણ ધ્યાન ખેંચ્યું છે, તો આ ઈવેન્ટ્સ 'ટોક ઓફ ધ હાલાર' પણ બન્યા છે.

જામનગરમાં તા. પહેલી માર્ચથી ત્રણ દિવસ માટે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખેતીવાડી ખાતા દ્વારા મીલેટ્સ એકસ્પો યોજાનાર છે, તેમાં સાંસ્કૃતિક, લોક-સાહિત્યના કાર્યક્રમોની રંગત સાથે ૪૦ જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી, મીલેટ્ દ્વારા લાઈવફૂડ અને મીલેટ પાકના કીટ્સ, હસ્તકલા વગેરેનો લાભ લોકો લઈ શકશે, અને અહીં આયુર્વેદ અંગે પણ માર્ગદર્શન અપાશે, તેમ જાહેર થયું છે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરી રહ્યા છે, આ પ્રકારના કાર્યક્રમો માત્ર સિમ્બોલિક ન બની જાય, અને વધુમાં વધુ લક્ષિત લોકો વાસ્તવિક રીતે આ પ્રકારના કાર્યક્રમો-એકસ્પો-વર્કશોપ્સ વગેરેનો લાભ લે, તે અત્યંત જરૃરી છે, અને કાર્યક્રમો પૂરા થયા પછીના દિવસોમાં તેની થયેલી અસરોનું ફોલોઅપ અને ફિડબેક મેળવવાનું નેટવર્ક વિસ્તારવું જોઈએ, તેમ નથી લાગતું ? જો કે, આ નવતર સુવિધાઓનો મુદ્દો 'ટોક ધ ટાઉન' જરૃર બન્યો છે.

આજે ગુજરાતના પનોતાપુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જયંતી ઉજવાઈ રહી છે, અને દર ચાર વર્ષે આવતી ર૯ મી ફેબ્રુઆરીના દિવસે જન્મેલા ગાંધીવાદી નેતા મોરારજીભાઈને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે, ત્યારે તેઓના સિદ્ધાંતો, આદર્શો અને જીવનશૈલીને લઈને પણ દેશવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ કરીને તેઓના 'શિવામ્બુ'ના કોન્સેપ્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. મોરારજીભાઈ દેસાઈની વિશેષતાઓ અને નાણામંત્રી તરીકેની તે સમયેની તેમની પોલિસીઓની ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે, અને સાથે સાથે નોટબંધીના કદમને પણ યાદ કરવામાં આવી રહ્યું છે.

આજે જેવી રીતે દેશમાં રાજકીય ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે અને પક્ષાંતરો થઈ રહ્યા છે, તે વર્ષ ૧૯૭૦ ના દાયકાની યાદ અપાવી રહ્યા છે. ઈન્ડિકેટ અને સિન્ડકેટે નામના જૂથો અને શાસક અને સંસ્થા કોંગ્રેસના સ્વરૃપમાં થયેલા પાર્ટીના વિભાજન પછી મોરારજીભાઈ દેસાઈએ વિપક્ષી નેતા તરીકે શરૃ કરેલી યાત્રા અને વર્ષ -૧૯૭૭માં જનતાપાર્ટીની સરકારમાં વડાપ્રધાન બન્યા, ત્યાં સુધીની તેઓની પ્રગતિયાત્રાના ઘટનાક્રમો આજે તેઓની જયંતીના પર્વે વર્ણવાઈ રહ્યા છે, તેઓએ વર્ષ ૧૯૮૦માં જનતાપાર્ટીના પતન પછી સ્વીકારેલો રાજકીય સંન્યાસ પણ જે-તે સમયે ચર્ચામાં રહ્યા હતો. આજે તેઓની જન્મજયંતી પ્રસંગે તેઓને સ્મરણાંજલિઓ અપાઈ રહી છે.

આજે જ્યારે સત્તા મેળવવા કે ટકાવવા માટે સિદ્ધાંતોને નેવે મૂકી દેવાની માનસિકતા વધી રહી છે, ત્યારે મોરારજી દેસાઈ જેવા અનેક ગાંધીવાદી નેતાઓની યાદ તાજી થઈ જાય, જેઓ સત્તા માટે સિદ્ધાંતો સાથે જરાયે બાંધછોડ કરવા તૈયાર નહોતા...

અત્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો અને લોકસભાની ચૂંટણીઓના વ્યૂહાત્મક પ્રચારના ઝંઝાવાતના કારણે માહોલ ગરમાયો છે, અને સિદ્ધાંતો, આદર્શો, નીતિનિયમોનું સ્થાન હવે 'વિનેબિલિટી' ફેકટરે લીધું છે, તેના વિશ્લેષણો પણ 'ટોક ઓફ ધ નેશન' બન્યા છે.

ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિવિધ ક્ષેત્રોમાં ટોચના શિખરે પહોંચેલા અનેક મહાનુભાવો ગુજરાતી મૂળના છે અને તેમાંથી ઘણાં પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિને ભૂલ્યા નથી. મોરારજીભાઈ અને મુનશીથી લઈને મોદી સુધીના રાજનેતાઓ, ઉપરાંત સાયન્સ, વ્યાપાર-ઉદ્યોગ અને કૃષિ-સિંચાઈ-ગ્રામિવકાસના ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર સંખ્યાબંધ વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, શિક્ષણવિદે, ઈતિહાસકારો અને બ્યુરાક્રેટ્સ પણ ગુજરાતી મૂળના છે. અમેરિકા, બ્રિટન, આફ્રિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં પણ રાજકીય વ્યાપાર ઉદ્યોગ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મૂળ ગુજરાતીઓ ભારત માતાનું ગૌરવ પણ વધારી રહ્યા છે... જય, જય, ગરવી ગુજરાત...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂરબ સે પશ્ચિમ... ઉત્તર સે દક્ષિણ... 'ખેલા' હોતા રહેગા ? જસ્ટ, વેઈટ એન્ડ વોચ...

ગઈકાલે રાજ્યસભાની ચૂંટણી થઈ, જેમાં જબરદસ્ત 'ખેલા' હો ગયા, અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવાર હિમાચલની એકમાત્ર રાજયસભાની બેઠકની ચૂંટણીમાં હારી ગયા. જો કે, સૌજન્યતાથી અને સભ્યતાથી કોંગી ઉમેદવાર અભિષેક મનુ સિંઘલએ હાર સ્વીકારી, અને વીજયી પ્રતિસ્પર્ધીને અભિનંદન આપ્યા, સાથે સાથે ભાજપની રાજનીતિની ટીકા કરી, તેથી સૌ કોઈ પ્રભાવિત થયા હશે.

હિમાચલમાં ભારતીય જનતા પક્ષના રપ અને કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોના મતો હોવા છતાં ક્રોસ વોટીંગ થતાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સરખા ૩૪-૩૪ મતો મળ્યા, પરંતુ લક્કી ડ્રોમાં ભાગ્યે ભાજપનો સાથ આપ્યો અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા. હવે હિમાચલ પ્રદેશની કોંગી સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.

ઉત્તરપ્રદેશમાં પણ ભાજપના ૭ જ ઉમેદવારો જીતે તેમ હોવા છતાં ભાજપે આઠમો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો અને સમાજવાદી પાર્ટીના ૬ તથા કોંગી સમર્થિત ૩ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપનો આઠમો ઉમેદવાર જીતી ગયો અને સમાજવાદી પાર્ટીને બે જ બેઠકો પર વિજય મળ્યો. આમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત ઉલટફેર થયો અને રાજકરણની દુનિયાની વ્યંગ્યવણીમાં અવાજ ઉઠ્યો છે, 'ખેલા હો ગયા...' ખેલા હો ગયા...'

ઉત્તર ભારતમાં ગઈકાલે ભાજપની બલ્લે બલ્લે થઈ રહી હતી ત્યારે દક્ષિણ ભારતની કર્ણાટક વિધાનસભા દ્વારા કોંગ્રેસના ૩ અને ભાજપના ૧ ઉમેદવારનો વિજય થયો, અને ત્યાં પણ ભાજપના એક ઉમેદવારે કોંગ્રેસ તરફી ક્રોસ વોટીંગ કર્યું.

ઉત્તરથી દક્ષિણ ભારત તરફ રાજકીય માહોલ ગતિશીલ બન્યો છે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે પંદરમાંથી દસ બેઠકો મેળવ્યા પછી હવે તમામ ગતિવિધિઓ લોકસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને જ થવાની છે. કોંગ્રેસની દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણામાં સરકારો છે, અને રાહુલ ગાંધી વયડનના સંસદસભ્ય છે. ડી.એમ.કે સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી કોંગ્રેસે દક્ષિણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે.

બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ દક્ષિણ ભારતમાં પગપેસારો કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતમાંથી પણ શકય તેટલી વધુ બેઠકો જીતવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણ ભારતનો પ્રવાસ વધારી દીધો છે અને સંખ્યાબંધ સરકારી કાર્યક્રમો પણ યોજ્યા છે. ભાજપનો ઉત્તર ભારતમાં મજબૂત જનાધાર જણાય છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી પશ્ચિમ ભારતમાં પણ ભાજપ વધુ મજબૂત બન્યો છે, અને એક મંત્રીએ રાજીનામું આપી દીધું ત્યારે જો હિમાચલ પ્રદેશની સરકાર ગબડે, તો ઉત્તર ભારતમાં પંજાબ અને દિલ્હી, ઉપરાંત ઝારખંડ (ગઠબંધન સરકાર) અને પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સિવાયના રાજ્યોમાં ભાજપ મજબૂતીથી ચૂંટણી લડી શકે તેમ છે. ઓડિસામાં ભાજપ અને બીજેડી વચ્ચે પણ ફ્રેન્ડલી ફાઈટ થવાની છે, આમ, ભાજપ ઉત્તરથી માંડીને દક્ષિણ ભારત સુધી પાર્ટીનો પ્રભાવ, મોદી મેજીક અને ભાવનાત્મક મુદ્દાઓ સાથે આક્રમક પ્રચાર કરીને છવાઈ જવાની રણનીતિ અપનાવી રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણીપુરથી આદરેલી ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, અને તેમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોને આવરી લીધા છે, અને માર્ચ મહિના સુધીમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત રાજ્યોને પણ આવરી લેશે. કોંગ્રેસે પણ વ્યાપક અને પ્રભાવી ચૂંટણી પ્રચારની રણનીતિ અપનાવી છે, તથા કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સીટ શેરીંગ સુનિશ્ચિત થઈ ગયું છે, તેથી એમ કહી શકાય કે કોંગ્રેસે રાહુલ ગાંધીના માધ્યમથી પૂરબ સે પશ્ચિમ અને મલ્લિકાર્જુન ખડગેના માધ્યમથી દક્ષિણ ભારતમાં પણ વ્યૂહાત્મક ઢબે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. ઉત્તરભારતમાં પણ બે-ત્રણ રાજ્યોમાં 'આપ' નો પ્રભાવ હોવાથી તેના માટે કોંગ્રેસ ઉદારનીતિ અપનાવશે, તેમ જણાય છે, જો કે, ગુજરાતમાં ભરૂચની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ઘૂંઘવાટ શરૂ થયાના અહેવાલો પછી એમ કહેવાય છે કે ચૈતર વસાવા કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડવા તૈયાર છે.

હિમાચલ પછી હજુ પણ ઝારખંડ, કર્ણાટક અને વિપક્ષી ગઠબંધનની અન્ય રાજ્ય સરકારોમાં પણ ભાંગફોડ થાય અને 'ખેલા હો જાય' તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

ભાજપે ભરતી મેળો શરૂ કર્યા પછી ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાંથી કદાવર વિપક્ષી નેતાઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષો કહે છે કે ભાજપે નીતિમત્તાને નેવે મૂકી દીધી છે,અને સામ, દામ, દંડ, ભેદ, કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ તથા મનીપાવર દ્વારા ગમે તેમ કરીને વિપક્ષોને નબળા પાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તે લોકતંત્રના આત્મા પર હૂમલા સમાન છે, અને આ બધું ગુપચૂપ નિહાળી રહેલી જનતા વખત આવ્યે જવાબ પણ આપી દેશે. આ પ્રકારના નિવેદનોના જવાબમાં એનડીએના પ્રવકતાઓ કહે છે કે પહેલાં આત્મ નિરીક્ષણ કરો...

આ ખેલ હવે લોકસભાની ચૂંટણી સુધી ચાલ્યા જ કરવાનો છે.... એન્જોય....!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જોઈએ, હવે શું થાય છે તે....

આજે દેશના ૩ રાજ્યોમાં રાજ્યસભાની ૧પ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પરિણામો આવી જશે. ક્રોસ વોટિંગ અને બદલતા સમિકરણો વચ્ચે આ ચૂંટણીજંગ એટલા માટે રસપ્રદ બન્યો છે કે, ઉત્તરપ્રદેશમાં 'ખેલા હોગા' ની અટકળો વચ્ચે કેટલાક ધારાસભ્યો 'ગાયબ' એટલે કે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જો કે, આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય જનતા પક્ષે મહત્તમ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગુજરાત સહિત કેટલીક રાજયસભાની બેઠકો પર નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદો સહિત આજની ચૂંટણી પછી રાજ્યસભામાં કયા પક્ષની કેટલી બેઠકો વધશે, તેની ચર્ચા પણ થઈ રહી છે અત્યારે તો એનડીએનું પલડુ ભારે હોય તેમ જણાય છે. કારણ કે ક્રોસ વોટિંગની સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...

બીજી તરફ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલાર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની કવાયત શરૃ થઈ ગઈ છે અને જામનગર બેઠક માટે નવેક નેતાઓએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે, તેમ કહેવાય છે હવે હાલાર સહિત રાજ્યમાં સેન્સપ્રક્રિયા સંપન્ન થયા પછી કોને કોને ટિકિટ મળશે, તે જોવાનું રહ્યું. કેટલાક ઉમેદવારોની ટિકિટ પાક્કી થઈ ગઈ હોવાની અટકળોની સાથે સાથે નો રિપિટ થિયરી અપનાવાય તો તેમાં પણ કેટલાક અપવાદો હશે, તેમ કહેવાય છે. જો કે ભાજપમાં સર્વોચ્ચ નેતાગીરી જ અંતિમ નિર્ણય લેતી હોવાથી જ્યારે ફાઈનલ યાદી બહાર પડે.. ત્યાં સુધી બધાએ રાહ જ જોવી રહી, બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંથી ભરૃચ અને ભાવનગર બેઠકો પરથી 'આપ' ના ઉમેદવારો ચૂંટણી લડશે, તેવી આમ આદમી પાર્ટીની જાહેરાત પછી જે કાંઈ હલચલ અને હિલચાલ થઈ રહી છે, તે આપણી સામે જ છે, પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરીંગ ફાઈનલ થઈ ગયા પછી હવે ધીમે ધીમે ઈન્ડિયા ગઠબંધનનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. જો કે, પં.બંગાળમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ટીએમસી સાથે ગઠબંધન કરવાની પેરવી કરી રહ્યું છે. ત્યારે જ પં.બંગાળના કોંગી નેતા અધીરરંજન ચૌધરીએ પોતાની રીતે જ ડાબેરીઓ સાથે એક પક્ષીય રીતે સીટ શેરીંગની વાત કરતા મામલો ગુંચવાયો છે. એ પછી હવે પં.બંગાળમાં મમતા બેનર્જી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, કે પછી અધીર રંજન ચૌધરીના વલણને લઈને આંતરિક નિર્ણય લેવાશે, તે અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...

ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતની તમામ ર૬ લોકસભા બેઠકો પર વિજય મેળવવાનું તો લક્ષ્ય હતું જ, હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે મહત્તમ બેઠકો પાંચલાખ થી વધુ મતોના માર્જીનથી જીતવાનું લક્ષ્યાંક પણ રખાશે. ભાજપ દ્વારા જે રીતે સેન્સ લેવાઈ રહી છે અને પ્રિ-ઈલેકશન પ્રક્રિયાત્મક  મેરેથોન મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો જોતા એમ જણાય છે કે માર્ચ મહિનામાં જ કદાચ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. બોર્ડની પરીક્ષાઓ તથા અન્ય મહત્ત્વની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આચારસંહિતા લાગુ થઈ જાય, તેમ હોવાથી જયાં જેનું શાસન છે, ત્યાં તે પક્ષ દ્વારા ઝડપભેર વિકાસના કામો થઈ રહ્યા છે, અને વડાપ્રધાન તોે દેશભરમાં ફરી ફરીને જંગી રકમના શ્રેણીબદ્ધ-અસંખ્ય પ્રોજેકટોના શિલાન્યાસ અને લોકાર્પણો કરી રહ્યા છે. અને આગામી જૂન મહિનામાં ફરીથી એનડીએની સરકાર રચાશે, તેવો દાવો પણ ગઈકાલે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓએ કરી દીધો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

ગઈકાલે એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દ્વારકા સહિત ગુજરાતના ૧૧ સ્થળો પર એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન છે, દ્વારકા માટે જે જમીન નક્કી કરાઈ છે, તેનો પ્રિ-ફિઝિબિલિટી અંગે એરપોર્ટ ઓથોરિટી કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે. દ્વારકા પાસે એરસ્ટ્રીપના મુદ્દે હજુ ફાઈનલ નિર્ણય લેવાયો નહીં હોવાની અટકળો પણ છે. આ વિસ્તારમાંથી નહીં, પણ દેશ-વિદેશના પ્રવાસીઓ દ્વારા પણ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને, તેવી આકાંક્ષા ઘણાં સમયથી રાખવામાં આવી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે....

ભાજપ 'અબ કી બાર, ચારસો કે પાર' ના સુત્ર સાથે 'મોદી કી ગેરંટી'નો વ્યાપક પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓની સાથે સાથે ચીન-પાકિસ્તાનની સરહદોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહી છે અને ઓબીસી ઉત્થાન માટે નવા વાયદાઓ કરી રહી છે આમ આદમી પાર્ટી કેન્દ્રીય એજન્સીઓના દુરૃપયોગ અને વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની કાગારોળ મચાવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, એનસીપી (શરદ પવાર) શિવસેના ઉદ્ધવ, ડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષો મોદી સરકાર પર વિવિધ મુદ્દે તડાપીટ બોલાવી રહ્યા છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પણ ઘણી જ રસપ્રદ થવાની છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...

સૌરાષ્ટ્રની કઈ લોકસભા બેઠકો માટે કોણે ઉમેદવારી નો દાવો કર્યો અને કોને ટિકિટ મળશે, તેની અટકળો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચાઓ ગઈકાલથી જ થઈ રહી હતી, જ્યારે ઉત્તરપ્રદેશના સમાજવાદી નેતા અખિલેશ યાદવે ચૂંટણીપ્રક્રિયા પર જ સંદેહ વ્યકત કરતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો જીતે તેમ છે, પરંતુ ચૂંટણી જીતવા કોઈ પણ હદે જઈ શકતો ભાજપ ' ચંદીગઢ' ફેઈમ ગરબડ ન કરે તો સારું, તેમ જણાવી અખિલેશે પરોક્ષ રીતે તો ચૂંટણી પ્રક્રિયા સામે જ આશંકા ઊભી કરી દીધી, જોઈએ હવે શું થાય છે તે...

રાજકારણમાં જેવી રીતે દિવસે દિવસે માહોલ બદલી રહ્યો છે, તેવી જ રીતે કુદરતી ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું હોય તેમ અત્યારે કમોસમી વરસાદની શકયતાઓ વચ્ચે ગરમી-ઠંડીના સંયોજનના કારણે અને પલટાતા રહેતા હવામાનના કારણે વાયરલ બીમારીઓ પણ વધી રહી છે અને સરકારી આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલો ટૂંકા પડી રહ્યા છે... જોઈએ, હવે શું થાય છે તે...

અત્યારે તો દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારની આંધી શરૃ થવા જઈ રહી છે અને દેશવ્યાપી રાજકીય રણનીતિઓ બદલાઈ રહી છે, ત્યારે ચૂંટણી આવતા સુધીમાં કાંઈ પણ થઈ શકે છે, જોઈએ, હવે શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દ્વારકા મંડળનો દબદબો.... ઝળકી ઉઠી કૃષ્ણની કર્મભૂમિ... હાલાર બન્યુ ગ્લોબલ.... પણ .... હવે?

દ્વારકામંડળનો પશ્ચિમી દરિયાઈ સરહદે દબદબો વધી રહ્યો છે, અને દ્વારકાનો દાયકો જ નહીં પણ પુનઃ સુવર્ણ યુગ શરૃ થયો છે.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિની સુવર્ણાક્ષરે નવી તવારીખ ઝળહળી રહી હોય, તેમ ભગવાન દ્વારકાધીશની રાજધાની અને નિવાસસ્થાન-રાણીવાસીને જોડતા સુદર્શન સેતુના લોકાપંર્ણની સાથે જ બેટદ્વારકા વૈશ્વિક રિલિજ્યસ ટૂરિઝમ ઉપરાંત બહુલક્ષી આયામો સાથેનું ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયુ છે. આ ઉપરાંત દ્વારકા અને બેટદ્વારકાના દરિયાના પેટાળમાં પ્રાચીન સુવર્ણનગરી દ્વારકાના દર્શનની ભવ્યતા નિહાળવાની દિશાઓ પણ ખુલી ગઈ છે. આ સાથે વૈવિધ્યપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને પૌરાણિક ભવ્યતા સાથે પશ્ચિમ ભારતની સરહદે આવેલું હાલાર હવે ગ્લોબલ મેપની અગ્રીમ હરોળમાં પ્રસ્થાપિત થઈ ચુકયું છે તેથી હાલારીઓને ગૌરવ સાથે આત્મસંતોષની અનુભૂતિ થાય, તે સ્વાભાવિક જ છે ને ?

હવે દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વૈશ્વિક પ્રવાસીઓ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટશે ત્યારે આપણા સૌરાષ્ટ્રની પ્રાચીન ગરિમા કાઠીયાવાડી દરિયાદિલી, પરાણાગત 'અતિથિદેવો ભવઃ' ની આપણી ભવ્ય પરંપરા ચૂસ્તપણે જાળવી રાખવાની છે. આપણાં યાત્રા-પ્રવાસ-પર્યટન સ્થળોમાં દર્શન કરવા, હરવા-ફરવા કે અભ્યાસ-સંશોધન અર્થે આવતા કોઈપણ મુલાકાતીઓને જરાયે તકલીફ પડે નહીં, મહિલાઓ-બાળકો, વયોવૃદ્ધ અને દિવ્યાંગ, અશકત યાત્રિકો પ્રત્યે સહાનુભૂતિ સાથે મદદ કરીને તેઓની ગરિમા જળવાઈ રહે અને ખાસ કરીને નફાખોરી કે અસુરક્ષાની અનુભૂતિ કોઈપણ મુલાકાતીને કોઈપણ સમયે ન થાય, તેની કાળજી પણ આપણે સૌએ સાથે મળીને રાખવાની છે, એટલું જ નહીં, મુખ્ય મંદિરોમાં શકય તેટલું વીઆઈપી કલ્ચર ઘટાડીને તમામ યાત્રિકો-પ્રવાસીઓને સમાન ધોરણે દર્શન-પૂજનની તકો પ્રાપ્ત થાય, તેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવી પડશે અને આ માટે તંત્રો અને સ્થાનિક નેતાઓએ પણ વધુ ધ્યાન આપવું પડશે, ખરું કે નહીં ?

પીએમ મોદીએ આજે ભારત મંડપમ્માંથી ટેકસ્ટાઈલ ક્ષેત્રે જે કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો છે અને પીએલઆઈના માધ્યમથી અઢીલાખ નવી નોકરીઓની સંભાવનાઓ જાહેર થઈ છે, તેના સંદર્ભે ગુજરાતના નાના શહેરોમાં પણ ટેકસ્ટાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને જામનગર-પોરબંદર પંથકની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત  કાપડમીલો ધમધમતી હતી, તે પુનઃ ગરિમામય સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા રાખીએ. એ પહેલાના ત્રણ-ચાર દિવસ સુધી વડાપ્રધાને ગુજરાતમાં જે લોકાર્પણો -શિલાન્યાસ ખાતમુહૂર્તો કર્યા અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજયા, તેને લોકસભાની ચૂંટણી સાથે સાંકળીને કેટલો રાજકીય ફાયદો થશે તેની ચર્ચાઓ ભલે શરૃ થઈ ગઈ હોય, પરંતુ સામાન્ય લોકોમાં વડાપ્રધાન મોદીના આ પ્રવાસની આડઅસરોની ચર્ચા પણ એટલી જ થઈ રહી છે, અને જ્યારે જ્યારે વીઆઈપી કે વીવીઆઈપીનો કાર્યક્રમ હોય, ત્યારે ત્યારે જે-તે વિસ્તારના માર્ગોની મરામત, સાફસફાઈ અને રંગરોગાન-સુશોભન રાતોરાત થઈ જતા હોવાથી ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાયા છે કે ખૂબ મહત્ત્વપૂર્ણ મહાનુભાવો (વીવીઆઈપી) વારંવાર મુલાકાત લેતા રહેતા હોય તો કેવું સારું !?

જો કે, ચૂસ્ત વ્યવસ્થાઓ છતાં કયાંક થોડી ઘણી ગંદકી દેખાઈ જાય, કયાંક આવારા આખલાથી બચવા કોઈ વીઆઈપીને પણ મથામણ કરવી પડે કે કયાંક વ્યવસ્થાઓ કે સુરક્ષામાં ચૂક રહી જાય, ત્યારે ઘણાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે હુસુલોસે, ખૂશ્બૂ આ નહીં શકતી, કભી કાગઝ કે ફૂલો સે...!!!

સત્ય ભલે કડવું લાગે, પરંતુ તે આત્મીય સ્વાસ્થ્યને લાભદાયક હોય છે, એ સત્ય છે કે વીઆઈપી મૂવમેન્ટથી લોકોને થોડી તકલીફ પડે, પરંતુ એ પણ હકીકત હોય છે કે આ પ્રકારના પ્રવાસો પછી જો જનસામાન્યની સુવિધાઓ ભવિષ્યમાં વાસ્તવમાં વધતી હોય, જનકલ્યાણની દિશાઓ ખુલતી હોય કે દેશાપ્રદેશ કે સ્થાનિક સ્થળોનો વિકાસ વેગ પડકતો હોય તો શું વાંધો ? કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હૈ...?!

હવે ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો છે અને લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ જાય, તેને બહુ જાજા મહિના બચ્યા નથી, ત્યારે ફટાફટ લોકાર્પણો અને ખાતમુહૂર્તો થાય, રાજ્ય-કેન્દ્ર સરકારો નવી યોજનાઓ જાહેર કરે અને જુના વાયદાઓ પૂરા કર્યા હોવાના દાવાઓ થાય, કે નવી મુદ્દત અપાય, એ તો સ્વાભાવિક છે, પરંતુ રાજનેતાઓમાં ઉત્કંઠા, ઉત્તેજના અને ઉચાટ પણ વધી જાય, ખાસ કરીને વિવિધ પક્ષોના વર્તમાન લોકસભાના સાંસદો પોતાને ફરીથી ચાન્સ મળશે કેમ ? તેની મથામણ અનુભવતા હોય અને ખાસ કરીને શાસક પક્ષમાં 'નો રિપિટ' થિયરીની વાતો વિશ્વસનિય ઢબે વહેતી થવા લાગે, ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય, તે પણ સ્વાભાવિક જ છે ને ?

વિધાનસભાઓની છેલ્લી ચૂંટણીઓ પછી નવા ચહેરાઓને સ્થાન મળવા લાગ્યુ અને વર્તમાન ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જે રીતે 'જૂના જોગીઓ' ને મુકત મને મળ્યા, તે જોતાં 'નો રિપિટ' થીયરી પછી કાર્યદક્ષ નેતાઓ નારાજ ન થાય, તે માટે પાણી પહેલા પાળ બાંધી હશે, તેવા અભિપ્રાયો પણ ચર્ચાવા લાગ્યા છે. આ પ્રકારની રાજકીય પરામર્શોમાં ઘણી વખત ઉંડા તથ્યો પણ છુપાયેલા હોય છે, જોઈએ... શું થાય છે તે.....

એકંદરે પીએમનો છેલ્લો ગુજરાત પ્રવાસ રાજ્ય માટે વાસ્તવમાં ફળદાયી નિવડે અને વિકાસયાત્રા વેગ પકડે... વધુ વેગીલી બને તેવું ઈચ્છીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુદર્શન સેતુ... બેટ શંખોદ્ધાર માટે સુવર્ણ યુગના મંડાણ... પણ...

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા હતી અને નિવાસસ્થાન અથવા રાણીવાસ બેટ દ્વારકામાં હતો, અને ભૂતકાળમાં બેટદ્વારકા જમીન માર્ગે જોડાયેલું હતું તથા ભગવાન શ્રીકૃષ્ણ તથા દ્વારકાવાસીઓ જમીનમાર્ગે રથ મારફતે પગપાળા અવર-જવર કરતા હોવાની કથાઓ પ્રચલીત છે. આ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ સાથે જ બેટ દ્વારકામાં લોકો હળવા વાહનો દ્વારા પહોંચી શકશે, જેથી પ્રવાસીઓ તથા દર્શનાર્થીઓની સંખ્યા પણ વધશે અને આ યાત્રા-પર્યટન સ્થળનું મહત્ત્વ પણ વધશે અને આ કારણે નહીં ટુરિઝમ ડેવલપમેન્ટની સાથે સાથે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ પણ વેગ પકડશે, તેમાં સંદેહ નથી.

બેટ-શંખોદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે તો વિખ્યાત છે જ, પરંતુ આ ટાપુ પર ગુરૂ ગોવિંદસિંહના પંજપ્યારે પૈકીના એક ભાઈ મોહકમસિંહજીનું જન્મસ્થાન પણ છે, જેની પાસે ભવ્ય ગુરૂદ્વારા છે, ભગવાન શ્રીકૃષ્ણને સાંકળતા ઘણાં મંદિરો, પુષ્ટિ સંપ્રદાયના બેઠકજી, ચોર્યાંસી ધૂણા, વિશ્વવિખ્યાત હનુમાન દાંડી, શંખ નામના અસુરનો ઉદ્ધાર થયો, તેના પરથી ઓળખાતું શંખતળાવ, ભવ્ય મંદિરો, રમણીય બીચ, ડન્ની પોઈંટ, હાજી કિરમાણીની દરગાહ તથા અંગ્રેજોના સમયગાળા સાથે સંકળાયેલી કેટલીક સ્મૃતિઓના કારણે આ ટાપુમાં અનેક વિશેષતાઓ છે. ચારે તરફથી દરિયાથી ઘેરાયેલા આ ટાપુ પર આઠ-દસ હજારની વસતિ ઉપરાંત દરરોજ સેંકડો પ્રવાસીઓની અવર-જવરના કારણે ફલોટીંગ પોપ્યુલેશન પણ રહે છે, પરંતુ તેની સરખામણીમાં અહીં અદ્યતન સુવિધાઓનો થવો જોઈએ તેવો વિકાસ થયો નહોતો, કારણ કે અહીં યાંત્રિક હોડીઓ સિવાય આવગમન કે પરિવહનનો કોઈ વિકાસ જ ઉપલબ્ધ નહોતો.

હવે જ્યારે જમીન માર્ગે આ સુદર્શન સેતુના માધ્યમથી પરિવહનની સુવિધ મળી છે, ત્યારે આ ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક, ભૌગોલિક અને નૈસર્ગિંક મહત્ત્વ ધરાવતા પર્યટન સહ-યાત્રાસ્થળે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યા વધશે, જેની ખૂબ જ મોટી અસર સ્થાનિક રોજગારી, વ્યાપાર-ધંધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે થશે, જે એકંદરે બેટદ્વારકા જેવા છેવાડાના ટાપુ માટે વિકાસની હરણફાળ સમાન હશે, આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ એવા આ સુદર્શન સેતુના નિર્માણ પછી બેટ દ્વારકા બારેય માસ ધમધમતું રહેનાર હોવાથી અહીં અભેદ્ય સુરક્ષા કવચ ઊભું થશે. જેથી ફરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં ટુરિઝમ ડેવલમપેન્ટની સાથે સાથે હોટલ-મોલ, રિસોર્ટ ઉદ્યોગ અને દરિયાઈ પ્રવાસન (મરીન ટુરીઝમ)ની સંભાવનાઓ પણ વધશે.

એક રીતે આ સુદર્શન સેતુ બેટ દ્વારકા માટે નવા સુવર્ણયુગની શરૂઆત થશે, તેમ કહેવું અસ્થાને નથી, પરંતુ આ સુદર્શન સેતુના નિર્માણ પછી કેટલીક સાવચેતીઓ, નિયમનો અને નિયંત્રણોની પણ જરૂર રહેશે અને ખાસ કરીને દરિયા વચ્ચે આવેલા ટાપુને સ્વચ્છ-સુઘડ અને બીચને રમણીય રાખવા માટે પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો દ્વારા સ્વયં શિસ્તની પણ જરૂર પડશે.

જો બેટદ્વારકામાં આંતરિક પરિવહન માટેની સાર્વજનિક સુવિધાઓ વધશે અને ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકામાં આંતરિક દર્શનીય અને પર્યટન સ્થળોને સાંકળતી સાર્વજનિક સ્થાનિક પરિવહનની સુવિધા અપાશે, તો યાત્રિકોને સમૂહમાં બેટ દ્વારકાનો પ્રવાસ મર્યાદિત સમયમાં અને કિફાયતી ભાડામાં કરવાની સુવિધા મળી રહેશે. આ માટે ઈલેકટ્રીક રિક્ષા, ઈલેકટ્રીક કાર કે મીની બસ જેવા વાહનોની સુવિધા આપી શકાય, જેથી પર્યાવરણીય દૃષ્ટિએ સુરક્ષિત, સુવિધાજનક અને ઈઝી અવેલેબલ લોકલ ટ્રાવેલીંગની સગવડ ઉપલબ્ધ થઈ શકે.

બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન રાણીવાવ ઉપરાંત શંખતળાવ, બેઠકજી, ગુરુદ્વારા, ચોર્યાસીધૂણા, હનુમાનદાંડી, ડન્ની પોઈન્ટ, બીચ વગેરે સ્થળોએ સ્થાનિક પરિવહન માટે હાલમાં પણ કેટલીક સુવિધાઓ વિસ્તરી રહી છે, જેને ઈલેકટ્રીક વાહનો અને દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકાદર્શન બસ સેવા સાથે સાંકળીને પણ યાત્રાળુઓ-પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપી શકાય તેમ હોવાના સૂચનો ધ્યાને લેવા જેવા ખરા...

આ સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દરિયાઈ અને ટાપુની જમીની સ્વચ્છતા જળવાઈ રહે, ગંદકી જરાયે ન થાય અને લોકોને જરૂરી રોજીંદી સુવિધાઓ ઉપરાંત બેટદ્વારકાના તમામ દર્શનીય અને પર્યટન તમામ સ્થળોની નજીક શુદ્ધ પીવાનું પાણી અને સેનીટેશનની લેડીઝ અને જેન્ટસ માટે પૂરતી સુવિધાઓ મળી રહે, તેવી વધુ વ્યવસ્થાઓ પણ જરૂરી છે.

એકંદરે વિશ્વભરના શ્રદ્ધાળુઓ-ભાવિકોનું સપનું જ્યારે પૂરૃં થવા જઈ રહ્યું છે અને બેટદ્વારકા એક વખત ફરીથી જમીન માર્ગે જોડાવાનું છે, ત્યારે આ બ્રિજ વાસ્તવમાં સમગ્ર દેશ માટે શુક્રનિયાળ નિવડે અને દ્વારકામંડળનો સુવર્ણયુગ દશેય દિશાઓમાં ઝળહળતો રહે તેવી શુભેચ્છાઓ અર્પીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ત્રિસ્તરિય પંચાયતી વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ... પ્રામાણિક પદાધિકારીઓ કેટલા ?

ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન તરીકે સરપંચની પ્રથા અને પરંપરા પ્રાચીન કાળથી આપણાં દેશમાં ચાલતી રહી છે અને દેશ આઝાદ થયા પછી ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ ત્રિસ્તરિય પંચાયતી રાજની પદ્ધતિ અપનાવી છે. આ ત્રિસ્તરિય શાસન વ્યવસ્થા લોકો દ્વારા જ તેના ગામોને વિકાસ અને સુખ-સુવિધાઓના અધિકારો આપે છે. આ વ્યવસ્થાને પણ ભ્રષ્ટાચારનો ભયંકર ભોરીંગે ભરડો લીધો હોવાના દૃષ્ટાંતો વધવા લાગતા ચર્ચા જાગી છે કે શું ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો પ્રભાવશાળી બની ગયો છે કે, પૈસા વિના લોકોના કોઈ કામ જ થતાં નથી ? શું ગ્રામપંચાયતોમાં મંજુરી લેવા માટેના લાંચ-રૃશ્વતના ચોક્કસ ભાવો નિર્ધારિત થયેલા હોય છે ? શું પંચાયત ક્ષેત્રે પણ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ કરપ્ટ બ્યુરોક્રેટ્સ જેવા જ થઈ ગયા છે ?

રાજ્યના કોઈ ગામના સરપંચ કે ઉપસરપંચ કોઈ કામે લાંચ લેતા ઝડપાય કે એસીબી કેસ કરે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોને દુઃખ થાય, કારણ કે પોતાના જ ગામના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા જ્યારે લાંચ-રૃશ્વત માંગવામાં આવે, ત્યારે એવો પ્રશ્ન ઉઠે કે શું આ દિવસો જોવા માટે જ આપણાં વડવાઓએ સ્વાતંત્ર્ય ચળવળ ચલાવી હતી ?  શું આ સ્થિતિ જોઈને હયાત અને દિવંગત થઈ ગયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને અફસોસ થતો હશે ? તેઓ દુઃખથી એવું વિચારતા હશે કે આપણે લોકતંત્રને લાયક જ નથી, અને ગુલામીને જ લાયક હતા ?

એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ, સીબીઆઈ જેવી સંસ્થાઓ તંત્રોમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત છે, અને ઉચ્ચકક્ષાના ભ્રષ્ટાચારને ડામવા કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઉપરાંત લોકપાલ જેવી વ્યવસ્થાઓ છે. રમત-ગમતના ક્ષેત્રે ભ્રષ્ટાચારની તપાસ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ છે, પરંતુ તે પરિણામલક્ષી કેમ બની શકતી નથી,તે મોટો પ્રશ્ન છે.

તાજેતરમાં મોરબી જિલ્લાના એક ગામના સરપંચે એક ગેરકાયદે કામ માટે લાંચ માંગી હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેના સંદર્ભે મીડિયામાં ડિબેટીંગ પણ શરૃ થયું હતું, એ પછી આ કિસ્સામાં ત્યાંથી પોલીસે પણ ફરિયાદ નોંધી હોવાની વાતો વહેતી થઈ હતી અને આ મુદ્દે તથ્યો તપાસીને જરૃર પડ્યે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ પછી રાજ્ય સરકારનો પંચાયત વિભાગ પણ અનુસંધાન લેશે, તેવી આશા વ્યકત કરાઈ હતી, એ ઓડિયોની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં ગેરકાયદે એક બાંધકામ દીઠ ચાલીસ હજાર રૃપિયાનો ભાવ ચાલતો હોવાની વાત સાંભળીને કોઈપણ પ્રામાણિક નાગરિકને આંચકો લાગી જાય. આ પછી એવો સવાલ પણ ઉઠે કે આ રીતે ગેરકાયદે  બાંધકામો થવા દેવા, તેને નહીં હટાવવા અને અંતે પાડતોડ કરવા, વ્યવસ્થિત કૌભાંડ છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું હશે ?

ગુજરાતમાં પંચાયતીરાજની શરૃઆત ગુજરાત પંચાયતસ એકટ-૧૯૬૧ થી થઈ અને તેમાં ૧૯૬૩માં સુધારા-વધારા થયા. તે પહેલાં રાજ્યમાં ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન જેવી વ્યવસ્થાઓ પણ હતી, પરંતુ બંધારણીય દિશાનિર્દેશો મુજબ આઝાદ ભારતમાં પંચાયતરાજનો અમલ થયા પછી ગુજરાત રાજ્ય નવું બન્યા પછી તેમાં ગુજરાત રાજ્ય માટે નવો પંચાયતી એકટ બન્યો, અને તેમાં વખતો વખત સુધારા વધારા થયા. વર્ષ-૧૯૯૩માં ધ ગુજરાત પંચાયતસ એકટ અમલમાં આવ્યો. તે પછી વર્ષ- ૧૯૯૭ માં પંચાયતી રાજના નિયમો બન્યા અને વર્ષ ૧૯૯૮ માં પંચાયત સેવા નિયમો ઘડાયા.

ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમ ત્રિસ્તરિય પંચાયતી શાસન વ્યવસ્થા અમલમાં છે. ગ્રામપંચાયતોને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે અને તેમાંથી ગ્રામવિકાસ અને લોકકલ્યાણના કામો સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવે છે આ માટે ગ્રામસભાનો કોન્સેપ્ટ પણ હવે અમલી બન્યો છે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને પણ કેટલીક ગ્રાન્ટ સરકાર ફાળવે છે. તે ઉપરાંત ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને સાંકળીને જિલ્લા આયોજન મંડળો દ્વારા પણ વિકાસ અને લોકસુખાકારીના સુવિધાઓ માટે આયોજનો થાય, તેવી વ્યવસ્થા અમલમાં છે.

ગ્રામ વિસ્તારો વિકાસથી વંચિત રહી ન જાય અને ગામડાઓના લોકો પોતાના ગામના વિકાસ અને ગ્રામજનોના કલ્યાણાર્થે પોતે જ આયોજન અને અમલ કરી શકે તેવા ઉમદા આશયથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી ગ્રાન્ટ, ફંડ ઉપરાંત કેટલીક સત્તાઓ પણ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના મંતવ્ય મુજબ આ વિકાસના કામોમાં જો ગ્રામ્યકક્ષાએથી જ ૪૦ ટકા જેટલો એકંદરે કમિશનિયો ભ્રષ્ટાચાર થતો હોય, અને તેમાં તંત્ર સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ સાંઠગાંઠ રહેતી હોય તો ફરિયાદ કયાં કરવી ? વાડ જ ચીમડાં ગળી જાય તો કોને ફરિયાદ કરવી ?

એવું પણ નથી કે બધા જ સરપંચો અને પંચાયતી રાજના ક્ષેત્રે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભ્રષ્ટ હોય કે આ માટે જ જાહેર ક્ષેત્રમાં હોય, ઘણાં એવા સરપંચો અને જનપ્રતિનિધિઓ છે કે જેઓ પોતાના ખિસ્સાના ખર્ચે ગામની સેવા કરતા હોય, લોકફાળો સ્વયં ભરીને કેટલીક યોજનાઓને અમલી બનાવતા હોય, અને પોતે ઘસારો વેઠીને પણ ગામ અને ગ્રામજનોનું ભલું કરતા હોય, માત્ર કેટલાક ભ્રષ્ટ પદાધિકારીઓના કારણે જાહેર જીવનમાં રહેલા અને પંચાયતી કે સહકારી ક્ષેત્રે સેવારત હોય તેવા ઘણાં લોકો બદનામ થતા હોય છે.

હકીકતે ગ્રામ પંચાયત કક્ષાની ચૂંટણીમાં જ્યારે લાખ્ખો રૃપિયાનો ખર્ચો થતો હોય, ત્યારે સત્તામાં આવ્યા પછી તેને વસુલવાની મજબુરી રહેતી હશે તેવી પણ એક માન્યતા છે, જે હોય તે ખરું, પણ થાય છે ખોટું... બરાબરને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતનું ન્યાયતંત્ર એટલે નાગરિક અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું અભેદ્ય સુરક્ષાકવચ...

ભારતમાં ન્યાયતંત્ર તટસ્થ છે અને જ્યારે બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન થાય, ત્યારે અદાલતો ગમે તેટલી મોટી શક્તિઓ કે સત્તા હોય, તેની શાન ઠેકાણે લાવીને બંધારણીય માર્ગે લોકતાંત્રિક વ્યવસ્થાઓનું પુનઃ સ્થાપન કરી શકે છે, તેના ઘણાં દૃષ્ટાંતો દેશની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે તથા અન્ય અદાલતોએ આપેલા દૂરગામી ચુકાદાઓના સ્વરૃપે મળે છે, અને કેટલાક અદાલતી ચુકાદાઓ તો ઐતિહાસિક બની જાય છે, અને શાસકોના તાનાશાહી, મનસ્વી કે ગેર-બંધારણીય નિર્ણયોને પલટાવ્યા પછી કાયમી ધોરણે સ્થાપિત થઈ જતાં હોય છેે.

સામાન્ય રીતે અદાલતો કેન્દ્રીય ચૂંટણીપંચ, રાજ્યના ચૂંટણીપંચો કે સથાનિક સ્વરાજ્યની તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયામાં આક્ષેપ કરતી હોતી નથી કે રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં દખલ દેતી હોતી નથી, પરંતુ જ્યારે બંધારણીય, કાનૂની કે નીતિનિયમોનો ભંગ થાય, ત્યારે તે અદાલતો સમક્ષ રજૂ થતાં આ અદાલતો તત્કાળ હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણયો આપતી હોય છે, અને ન્યાયસંગત ચૂકાદા આપતી હોય છે, ઘણી વખત તો માત્ર જાહેર હિતની અરજીઓ જ નહીં પરંતુ સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને પણ તાકીદની સુનાવણીઓ કરીને બંધારણ, કાનૂન અને નીતિનિયમોનું રક્ષણ કરતી હોય છે અને લોકતાંત્રિક નિર્ણયોનું પુનઃ સ્થાપન કરતી હોય છે. ભારત આઝાદ થયા પછી આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળે છે.

તાજેતરમાં જ ભાજપને ભોંઠપ અનુભવવી પડે, તેવો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને અસાધારણ રીતે અદાલત દ્વારા જ મતગણતરી પણ કરાવી, તે પછી ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કેટલી ભારે પડી શકે છે. તે ઘણાંને સમજાઈ જ ગયું હશે.

ચંદીગઢના મેયરની થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ હતી અને તેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ગઠબંધનના મેયરની જીત પાકી હતી, પરંતુ તે ચૂંટણીમાં પરંપરા મુજબ બેલેટ પેપરથી મતદાન થયા પછી રિટર્નીંગ ઓફિસરે જે રીતે આઠ મત પર ચોકડી મારીને રદ કર્યા, અને તે હરકત સીસીટીવી સામે જોતા જોતા કરી, તે નિહાળીને જે-તે સમયે જ સાર્વત્રિક ભારે નારાજગી વ્યકત થઈ હતી અને તેને લોકતંત્રની હત્યા ગણાવાઈ હતી.

તે પછી આખો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં રિટર્નીંગ ઓફિસર સામે કાનૂની કાર્યવાહી કરવાની સાથે સાથે મતગણરીની પ્રક્રિયા જ અદાલતે પોતાના તાબામાં લઈ લીધી, અને ફેર-મતગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા, જો કે, તે પહેલાં જ ભાજપના મેયરે બે-ત્રણ દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ ઘટના પછી આબરુંના કાંકરા થઈ ગયા, અને અન્ય ચૂંટણીઓમાં પણ કેટલી ગરબડ થતી હશે, તેના અંદાજો પણ નીકળવા લાગ્યા !

આવું જ બીજુ દૃષ્ટાંત પં. બંગાળનું છે, જ્યાં એક નામચીન શખ્સ સામે સંદેશખાલીની મહિલાઓએ ગંભીર ફરિયાદો કરી હતી. પં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નેતાને છાવરવાની ઉઘાડે છોગ કોશિશ કરી, સંદેશખાલી વિસ્તારમાં કોઈને જવા નહીં દેવાનું વલણ અપનાવાયું, અને આ પ્રકારનો પ્રયત્ન કરનાર પત્રકારની ધરપકડ કરીને હાંકી કઢાયો. રાજકીય પક્ષો કોલકાતાની હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પં.બંગાળ સરકારની ઝાટકણી કાઢી નાંખી, તે પછી રાજકીય પક્ષોને સંદેશખાલી જવાની છૂટ મળી, અને ભાજપ તથા લેફટના નેતાઓ ત્યાંની મહિલાઓની વેદના સાંભળવા પહોંચ્યા. આ ઘટના પણ કોઈપણ શાસક મનમાની કરીને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કરે કે નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરે તો અદાલતો ત્વરીત હસ્તક્ષેપ કરીને બંધારણીય અધિકારોનું રક્ષણ કરે છે, તે પુરવાર કરે છે.

જો કે, પં.બંગાળના કોઈ પોલીસ ઓફિસરે પોતાને ખાલીસ્તાની તરીકે વર્ણવવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે, તે વિવાદ અલગ છે, પરંતુ આ ઘટનાક્રમો એ પુરવાર કરે છે કે, દેશના નાગરિકોને અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે દેશનું ન્યાયતંત્ર સુદૃઢ સુરક્ષા કવચ છે, જે કયારેય ભેદી શકાય તેમ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારનો પ્રસ્તાવ ફગાવી ખેડૂતોની દિલ્હી કૂચ... હવે શું ?

રવિવારે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલી સકારાત્મક વાટાઘાટો પછી એવી આશા જાગી હતી કે કાંઈક વચલો રસ્તો નીકળશે અને ખેડૂતોની માંગણીઓ મહ્દઅંશ. સંતોષાઈ જશે. સરકારે દાળ, કપાસ, તુવેર, અડદ અને મકાઈના પાકો ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી આપવનો પ્રસ્તાવ મૂકયો હતો.

આગામી પાંચ વર્ષ માટે નેશનલ કો.આપરેટીવ કન્ઝયુમર ફેડરેશન અથવા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટીંગ ફેડરેશન જેવી સહકારી ક્ષેત્રની કેન્દ્રીય સોસાયટીઓ, આ પાંચ પાકો માટે કરાર કરે, અને તે મુજબ સરકારી એજન્સીઓ, ટેકાના ભાવે ખરીદી કરે, તેવી વ્યાવસ્થા ગોઠવાય, અને તેમાં ખરીદીની કોઈ મર્યાદા રાખવામાં ન આવે, તે પ્રકારના આ પ્રસ્તાવમાં આ હેતુથી એક પોર્ટલ બનાવવાની પણ વાત હતી.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારના આ પ્રસ્તાવથી પંજાબની ખેતીની વૃદ્ધિની સાથે સાથે ભૂગર્ભ જળ સુધરશે, તથા વેરાન જમીન પણ નવસાધ્ય થશે. બેઠક દરમિયાન અપાયેલા પ્રસ્તાવમાં કયા પાક કઈ એજન્સી ખરીદશે, તે પણ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો.

જો કે, ખેડૂત નેતાઓએ સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે, તે પહેલા ખેડૂતોએ બે દિવસ માટે કૂચ સ્થગિત કરીને સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે, તેમ જાહેર કરાયુ હતું અને રવિવારની વાટાઘાટો સકારાત્મક માહોલમાં થઈ હોવાનું પણ જાહેર કરાયું હતું. જેથી આ અંદોલનને લઈને કોઈ નક્કર પરિણામ આવી જશે, તેવી આશા જાગી હતી., પરંતુ ખેડૂતોએ પરામર્શ કર્યા પછી સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપીની ગેરંટીના બદલે ર૩ જેટલા પાકો માટે એમએસપીની કાયમી ગેરંટી આપતો કાયદો ઘડવાની વાત કરી હતી.

હવે ખેડૂતોએ એમએસપી પર કાયદો ઘડીને ગેરંટી આપવા અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગણી સાથે ફરીથી આંદોલન આગળ વધારવાના નિર્ધાર સાથે આવતીકાલથી દિલ્હીકૂચની જાહેરાત કરી દીધા પછી આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. કેન્દ્ર સરકાર માટે આ સ્થિતિ કદાચ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે.

હકીકતે કેન્દ્ર સરકારે જે સુત્રના આધારે એમએસપીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ખેડૂતોએ ના મંજુર કરીને સી-ટૂ પ્લસ ફિફટીની ફોર્મ્યુલા મુજબની ટકાવારીથી એમએસપી નક્કી કરવાનો આગ્રહ રાખ્યો હતો, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેવું પણ કહેવાય છે કે સરકારે જે પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપી આપવાનું નક્કી કર્યું હોવાનો પ્રસ્તાવ મૂક્યો, તેમાં કઈ ફોર્મ્યુલા અપનાવાશે, તેની સ્પષ્ટતા કરી નહોતી, અને કેન્દ્ર સરકારે એ-ટુ પ્લસ એફએલ પ્લસ ફિફટીની ટકાવારી મુજબની ફોર્મ્યુલાના આધારે અધ્યાદેશ (વટહૂકમ અથવા ઓર્ડિનેન્શ) ની તૈયારી કરી હતી, જે ખેડૂતોને મંજુર નથી.

ખેડૂતોએ એમએસપી ઉપરાંત બીજી કેટલીક માંગણીઓ પણ કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી, જેમાં દેવાઓ માફ કરવાનો મુદ્દો પણ હતો, તે ઉપરાંત વિદ્યુત કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવા અને જાહેર ક્ષેત્રની પાક વીમા યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતોને સમાન ધોરણે પેન્શન, આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા અને લખમીપુર ખેરીના પીડિતોને ઝડપી ન્યાય આપીને કેન્દ્રીય મંત્રી ટેનીને ડીસમીસ કરવા સહિતની માંગણીઓ ખેડૂતોએ રજૂ કરી હતી., જેનો સરકાર તત્કાળ અમલ કરી શકે તેમ નથી, અને તેના માટે જરૃરી પ્રક્રિયા, વાટાઘાટો અને કાર્યવાહી કરવી પડે તેમ છે. આ નીતિવિષયક બાબતો અંગે તબક્કાવાર વિચારણા થઈ શકે છે, તેવો સરકારનો અભિગમ રહ્યા પછી હવે ખેડૂતોએ ફરીથી આંદોલન ચાલુ રાખીને જો હજુ પણ સરકાર યોગ્ય નિર્ણય નહીં લ્યે, તો આવતીકાલથી 'દિલ્હી કૂચ'નું એલાન કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ ખેડૂત આંદોલનના કારણે પંજાબ-હરિયાણા-દિલ્હીના માર્ગો એક પછી એેક સીલ કરવામાં આવી રહ્યા હોવાથી સામાન્ય જનતાને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, અને બાળકોના શિક્ષણ અને નોકરી-ધંધાથી માંડીને વ્યાપાર-ઉદ્યોગ અને ખેતીવાડીને પણ ભારે નુકસાન વેઠવું પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે, અને આમ આદમી પાર્ટી તો પહેલેથી જ આ આંદોલનની પેરવી કરી રહી છે, અન્ય વિપક્ષી પાર્ટીઓનું પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ આંદોલનકારી ખેડૂત નેતાઓએ આ આંદોલન તદ્દન બિન-રાજકીય હોવાનો દાવો કર્યો છે. મીડિયામાં ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય તો સત્તાપરિવર્તનની જરૃર, મોદીનો ગ્રાફ ઘટાડવા અને કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાના મુદ્દા આ આંદોલન સાથે સાંકળતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તે જોતાં હવે 'દિલ્હી કૂચ'પછી આ આંદોલન કેવું સ્વરૃપ પકડશે, તે અંગે અટકળો થઈ રહી છે. એવા વિશ્લેષણો પણ, થઈ રહ્યા છે કે આ આંદોલન જો રાજકીય સ્વરૃપ ધારણ કરે તો તેથી સત્તાધારી એનડીએને કેટલો ફટકો પડે, અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને કેટલો ફાયદો થાય.

આ ખેડૂત આંદોલનની અસર હેઠળ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેતાં જ ડુંગળીના ભાવોમાં મણદીઠ ચાલીસથી પચાસ રૃપિયાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલો પણ આવ્યા છે. એકંદરે, આ કિસાન આંદોલન હવે ટૂંક સમયમાં સમેટાઈ જાય, તેમ જણાતું નથી, જે મોદી સરકાર માટે પડકારરૃપ હશે, એટલું જ નહીં પંજાબ અને હરિયાણાની સરહદેથી હવે આ આંદોલન દેશની રાજધાની તરફ આગળ વધશે. જોઈએ, હવે શું થાય છે તે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જોઈએ હવે, આગે આગે હોતા હૈ ક્યા...?

ભારતીય ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં ૪૩૪ રને ઈન્ગ્લેન્ડને હરાવીને ઝળહળતો વિજય મેળવ્યો અને બેડમિન્ટનમાં પણ ફાઈનલ જીતી એવા ખેલ જગતના અહેવલો સાથે ખેડૂત આંદોલનના ક્ષેત્રે પણ સરકાર અને આંદોલનકારી સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચીત પછી કોઈ સમાધાન નીકળશે તેવી આશા જાગી છે. રાજકીય ક્ષેત્રે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને કમલનાથને લઈને થઈ રહેલી અટકળોની ચર્ચા થઈ રહી હતી, તો ચંદીગઢના મેયર પદને લઈને સુપ્રિમકોર્ટની સુનાવણી શરૃ થાય, તે પહેલાં જ ત્યાંના ભાજપના મેયરે રાજીનામું આપી દેતા નવી જ સ્થિતી ઉભી થઈ ગઈ છે, અને ભાજપમાં કેટલાક વિપક્ષી કોર્પાેરેટરો જોડાયા હોવાના અહેવાલો પછી જોઈએ, હવે આગે આગે હોતા હૈ ક્યા...?

મધ્યપ્રદેશના દિગ્ગજ કોંગી નેતા દિલ્હી ગયા પછી અટકળોનું બજાર ગરમ રહ્યું હતું પરંતુ ગઈકાલે બપોર થી લઈને આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. બીજી તરફ કિસાન આંદોલન સ્થગિત કરવા અંગે આંદોલનકારી સંગઠન તરફથી આવેલા નિવેદનો ઘણાં જ સુચક છે.

સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની વાટાઘાટો પછી પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વનસિંહ પંઢેરે કહ્યું હતું કે સરકારી એમએલટી અંગે પ્રસ્તાવ આપ્યો છે તે ઉપરાંત મનરેગા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની બાકી છે. અમે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા-પરામર્શ કર્યા વગર જવાબ આપવા માંગતા નથી, તેથી સરકારે રજૂ કરેલા નવા પ્રસ્તાવ પર અમારા બન્ને ફોરમમાં પૂરેપૂરી ચર્ચા-વિચારણા કરીને તેના પછી સરકારને જવાબ આપીશું. અમે હાલ તુરંત દિલ્હી કૂચ અટકાવી દીધી છે. અમે આગામી બે દિવસ સુધી સરકારના પ્રસ્તાવ પર વિચાર-વિમર્સ કરીશું, તે પછી આગળની રણનીતિ જાહેર થશે, હવે જોઈએ, આ મુદ્દે આગે આગે હોતા હૈ ક્યાં...?

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચિત થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખડૂતોની ચિન્તા છે અને દાળ સહિત પાંચ ખેતી પેદાશો માટે સરકાર પાંચ વર્ષ સુધી એમએસવીની ગેરંટી આપવા તૈયાર છે. હવે ખેડૂત સંગઠનોના જવાબની રાહ જોવાઈ રહી છે. એવું કહેવાય છે કે ચર્ચા-વિચારણા કરીને ખેડૂતો આજે કે આવતીકાલ સુધીમાં ખેડૂતોની આગામી રણનીતિ અંગે જવાબ આપી દેશે, તે પછી શું થાય છે તે જોવાનું રહેશે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...

એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને રિઝવવાના ભરપૂર પ્રયાસો પણ કરી રહી છે. અત્યારે આ આંદોલન ભલે માત્ર પંજાબ પુરતુ મર્યાદિત જણાતું હોય, પરંતુ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરેલા આંદોલનની તર્જ પર જો આ આંદોલન લાંબુ ચાલે, તો લોકસભાની ચૂંટણીમાં શાસક એનડીએ ગઠબંધનને નુકશાન થાય, અને કેટલાક સાથીદાર પક્ષો પણ ભાજપથી વિમુખ થઈ જાય, તેવી શક્યતા હોવાથી કેન્દ્ર સરકારે પણ આ વખતે ખેડૂતો સાથે ગંભીરતાથી વાટાઘાટો શરૃ કરી હોય તેમ જણાય છે, અને ચોથા તબક્કાની વાતચીત પછી આશાવાદી સંકેતો સાંપડયા છે.

આંદોલન સિવાય પણ અન્ય ક્ષેત્રે કેન્દ્ર સરકાર ખેડૂતોને લાભકારી તથા રાહત થાય તેવા નિર્ણયો લઈ રહી છે, જેમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનું કદમ મહત્વપૂર્ણ ગણાય છે. દેશભરમાં આ મુદ્દે ભારે આક્રોશ હતો અને સ્થાનિક કક્ષાએ ડુંગળીના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે મુકેલા પ્રતિબંધનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો હતો, હવે ખેડૂત આંદોલનના દબાણમાં આવીને ખેડૂતોને રાહત આપવાના હેતુથી સરકારે મોડા મોડા પણ આ નિર્ણય લીધો છે, તેથી ઘણાં લોકો કહે છે કે, દેર આયે દુરસ્ત આયે, તો ઘણા લોકો કહે છે કે, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા એટલે કે આ નિર્ણય વહેલો લેવાની જરૃર હતી, જોઈએ હવે આગે આગે હોતા હે ક્યા...

જો કે, કેટલાક ખેડૂતોના વર્ગાે દ્વારા સરકારના નિર્ણયને આવકારીને ખડૂતોને સમયસર ઉચિત ભાવો મળશે, તેવી આશા વ્યક્ત થઈ છે અને ગુજરાત સહિતના રાજયોમાં ડુંગળીનો પર્યાપ્ત જથ્થો હોવાથી સ્થાનિક સ્તરે ડુંગળીના ભાવોમાં જબરો ઉછાળો નહીં આવે, તેવા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત વર્ગમાંથી એવા પ્રતિભાવો પણ આવી રહ્યા છે કે મોટાભાગના ખેડૂતોએ ડુંગળી વેંચી દીધા પછી આ નિર્ણય લેવાયો હોવાથી હવે તો વચેટિયાઓને જ સર્વાધિક ફાયદો શથે. આ બધા પ્રત્યાઘાતો વચ્ચે ખેડૂતોને થયેલી આ રાહતની અસરો પંજાબના ખેડૂત આંદોલનને કેટલીક અસર કરશે, તે અંગે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...

પંજાબનું ખેડૂત આંદોલન, ચંદીગઢના મેયરનું રાજીનામું, કમલનાથના પક્ષાંતરની અટકળો, ડુંગળીની નિકાસબંધી હટાવવાનો નિર્ણય અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પરસ્પર કોઈ સંબંધ નથી, અને તદ્દત અલગ-અલગ ઘટનાક્રમો છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આ તમામ ઘટનાક્રમોની પરસ્પર સાંકળ રચાઈ રહી હોય કે એકબીજા પર અસરો પડી રહી હોય તેમ રાજકીય પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે.

આ દરમિયાન એવા અહેવાલો આવી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ કમલનાથને ચોખ્ખુ કહી દીધું છે કે, દિકરો ભાજપમાં જાય અને પિતા કોંગ્રેસમાં રહે તે નહીં ચાલે, જોઈએ, આગે આગે હોયતા હૈ ક્યા...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિકાસના કામો માટે થતા ખોદકામો-તોડપાડ પછી શું...?

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રૂા. પ૭પ કરોડના ખર્ચે નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું સંકુલ બનશે, તેવા અહેવાલો પછી લોકોને નજીકના ભવિષ્યમાં આ સુવિધા સાંપડશે, તેવી આશા જાગી છે, સાથે-સાથે એવી ટકોર પણ થઈ રહી છે કે, વર્તમાન સેવાઓ અને સુવિધાઓમાં ખુટતી કડીઓ પર પ્રાયોરિટીમાં ધ્યાન આપીને ક્ષતિઓ દૂર કરવી પણ જરૂરી છે. પ્રવર્તમાન સેવાઓમાં જે ખામીઓ હોય તેનો સર્વે કરીને નવા સંકુલો તથા નિર્માણાધિન અર્બન હેલ્થ સેન્ટરોમાં તે પ્રકારની ખામીઓ પહેલેથી જ રહી ન જાય, તેની તકેદારી રાખવી જોઈએ, ખરૃં કે નહીં...?

અત્યારે જામનગરમાં ઠેર-ઠેર વિવિધ વિકાસના કાર્યો ચાલી રહ્યાં છે અને આ કામો માટે જરૂરી ખોદકામો પણ થઈ રહ્યાં છે.

ભૂગર્ભ ગટર, પાણી પુરવઠો, ગેસ કે અન્ય સેવાઓના વિસ્તૃતીકરણ, નવીનીકરણ કે નવનિર્માણ માટે થતા ખોદકામના કારણે આ કામોના કારણે સ્થાનિક રહેવાસીઓની મિલકતોને કોઈ નુકસાન કે તોડફોડ થઈ જાય, તો તેની મરામત કરીને પૂર્વવત કરી દેવાની જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરોની અથવા ડિપાર્ટમેન્ટની હોવી જોઈએ અને આ પ્રકારની મરામતો કોન્ટ્રાક્ટર પાસે કરાવવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકા અથવા જે વિકાસનું કામ થઈ રહ્યું હોય, તે ઓથોરિટિઝ, રાજય કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોની હોવી જોઈએ, તેમ નથી લાગતું...!

અત્યારે ઘણાં સ્થળે ભૂગર્ભ ગટર, ફલાયઓવર બ્રીજ તથા વખતોવખત પાણી પુરવઠાને સંબંધિત કામો ચાલી રહ્યાં છે, અને તેના કારણે ઠેર-ઠેર ઉંડા ખાડાઓ ખોદવા પડે છે અને પછી પાઈપો નાંખીને કે કામ પૂરૂ થયા પછી બુરવા પડતા હોય છે. આ રીતે ખોદકામ કરાયા પછી ખાડા બુરી દીધા પછી તેને સમતળ કરવાની જવાબદારી કોની...? જે-તે કોન્ટ્રાક્ટરની કે પછી મહાનગરપાલિકાની...? "પહેલાં ઈંડુ કે પહેલા મરઘી...!" જેવા કોયડામાં નગરજનોને ઉલઝાવવાના બદલે આ મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ અને જે-તે કામો પૂરા થયા પછી સ્થિતિ પૂર્વવત કરવાના કામો પણ ઝડપભેર કરવા જોઈએ. ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓના ઓટલા, ઢાળીયા કે વંડી તૂટ્યા હોય, પાણી, ગટરના કનેકશનો આ કામોના કારણે તૂટ્યા હોય, અને પાણી લીકેજ થતું હોય કે પછી બીજા કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેનું મરામત  કામ પણ ચાલુ હોય, ત્યારે જ થઈ જાય, તે અત્યંત જરૂરી હોય છે, કારણ કે, થોડો સમય વીતી જાય તે પછી કોઈ જવાબ દેતું નથી, તેવી રાવ ઉઠતી હોય છે.

નગરમાં ફ્લાયઓવર બ્રીજ માટે વિવિધ સંકુલો પર પતરાં લગાવીને કામો ચાલી રહ્યાં છે અને કામના વિસ્તૃતિકરણની સાથે-સાથે આ પતરાંઓની આડસોની સ્થિતિ પણ રોજબરોજ ફરતી હોય છે. આ સંજોગોમાં પરિવહન માટેના રસ્તા-સાંકડા થઈ જતા હોય છે, ત્યારે જેટલો માર્ગ પરિવહન માટે મળ્યો હોય, તેમાં કોઈપણ ખાડો કે ચિરોડો રહી ન જાય તેની ખાસ તકેદારી પણ રાખવી અત્યંત જરૂરી છે. કારણ કે સાંકડા માર્ગ અને ટૂંકી ગોલાઈઓમાંથી આ પ્રકારના ખાડા-ચિરોડા તારવવા જતા ઘણાં વાહનો પરસ્પર અથડાઈ પડતા નાના-મોટા અકસ્માતો રોજબરોજ સર્જાતા હોય છે, જે તંત્રના ચોપડે નોંધાતા હોતા નથી, પરંતુ આ જ સ્થળો પર ગંભીર કે ગમખ્વાર અકસ્માત થવાની શક્યતા પણ રહેતી હોવાથી આ પ્રકારના સ્થળો પર ખાડા-ચિરોડા બુરવાની કાર્યવાહી કાયમી ધોરણે અને સતત થતી રહેવી જરૂરી છે, ખરૃં ને...?

જામનગરની ફરતે રીંગરોડ પર પણ વિવિધ કામોને લઈને ખોદકામો થઈ રહ્યાં છે, કેટલાક આજુબાજુના કામો માટે તો નવે નવી સડકો તોડવામાં આવી હોવાની રાવ પણ ઉઠી રહી છે, ત્યારે હવે ભૂગર્ભ ગટર તથા અન્ય કામો માટે અત્યારે વ્યાપક પ્રમાણમાં ખોદકામો થયા છે, ત્યારે બીજા કોઈ સંભવિત કામો માટે મનપા, રાજય, કેન્દ્ર સરકારો, બોર્ડ-નિગમો કે કોઈપણ ઓથોરિટી દ્વારા સંભવિત પ્રોજેક્ટો હોય, મંજૂરીઓ મળતી હોય, તો તેઓના કામો પણ અત્યારે જ શરૂ કરાવી દેવા જોઈએ, જેથી વારંવાર માર્ગોની તોડફોડ કરવી ન પડે, તેવા લોકોના મંતવ્યો પણ ધ્યાને લેવા જરૂરી છે, તેમ નથી લાગતું...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખેડૂતો સાથે વાટાઘાટો નિષ્ફળ... ચૂંટણી બોન્ડ ઠર્યા ગેરબંધારણીય, હવે શું?

ગઈકાલે સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને મોટો ઝટકો આપ્યો છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારે લાગુ કરેલી આ યોજનાને લઈને આવી રહેલા પ્રત્યાઘાતો જોતા આ મુદ્દો હવે એનડીએ સરકાર માટે તો ફટકા સમાન છે જ, સાથે સાથે ચૂંટણી પ્રચારમાં પણ આ મુદ્દો ગૂંજતો રહેવાનો છે. તેનો અણસાર કેટલાક વિપક્ષી નેતાઓના નિવેદનોના માધ્યમથી મળી રહ્યો છે.

એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનની વધી રહેલી ચિંતાઓથી ઘેરાયેલી છે અને ખેડૂત સંગઠનોએ આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે, અને તેને હરિયાણામાં જે પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, તેથી સરકાર સામે પડકાર વધ્યો છે, તો બીજી તરફ ગઈકાલે મોડી રાત્રિ સુધી ખેડૂત અગ્રણીઓ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો એક વખત ફરીથી નિષ્ફળ ગઈ હોવાના અહેવાલો છે, જેથી આ ખેડૂત આંદોલનની આક્રમક્તા વધી રહી છે અને ખેડૂતોની દિલ્હી કૂચની ઘોષણા પછી આજે શંભુ બોર્ડર પર તથા અન્ય ધોરીમાર્ગો પર જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આજે સવારથી જ પોલીસ પર પથ્થરમારામાં સંખ્યાબંધ પોલીસવાળા ઘાયલ થયા હોવાના અહેવાલો પછી હવે આ પથ્થરમારો કરનારા કોણ છે, તે અંગેના સવાલો પણ ઊઠી રહ્યા છે, કારણ કે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ તો શાંતિપૂર્ણ આંદોલનની વારંવાર જાહેરાત કરી ચૂક્યા છે.

ખેડૂત આંદોલન અને લોકસભાની ચૂંટણીને સીધો કોઈ સંબંધ તો નથી, પરંતુ આ પ્રકારની બાબતોનો પ્રભાવ ચૂંટણી પર જરૃર પડતો જ હોય છે. તેથી આ આંદોલન પાછળ રાજનીતિ હોય કે ન હોય, તો પણ આ માહોલ નિશ્ચિતપણે ભારતીય જનતા પક્ષ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકર્તા તો નિવડી જ રહ્યો છે. ઘણાં લોકો એવું માને છે કે, ત્રણ કૃષિકાનૂન પાછા ખેંચવામાં વિલંબ કરીને સરકારે જે હિસ્ટોરિકલ બ્લન્ડર (રાજકીય ભૂલ) કરી હતી, તે દોહરાવવી ન જોઈએ, અને એમએસપીની ગેરંટી આપી દેવી જોઈએ.

જો કે, હજુ ચોથા રાઉન્ડની વાતચીત થશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ ગયા વખતે જે ખેડૂત આંદોલન થયું હતું, તે સમયે પણ ઘણાં રાઉન્ડની વાતચિત થઈ હતી, પરંતુ ખેડૂતો ત્રણ કૃષિ કાનૂન રદ્ કરવાની માંગણી પર અડગ રહ્યા હતાં, અને અંતે સરકારે પીછેહઠ કરવી પડી હતી, અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા હતાં. આ વખતે પણ લગભગ તેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે સવાલ ઊઠી રહ્યો છે કે, 'હવે શું?'

આગામી ચૂંટણીઓમાં ખેડૂત આંદોલન જેટલો જ મહત્ત્વપૂર્ણ મુદ્દો ઈલેક્ટોરલ બોન્ડનો છે, જેને વિપક્ષોએ અત્યારથી જ ઝડપી લીધો છે. ગઈકાલે સુપ્રિમ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે, તે દૂરગામી અસરો તો કરશે જ, પરંતુ અત્યારે તો ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે, અને વિપક્ષોના હાથમાં મોદી સરકાર પર પ્રહાર કરવાનું એક મજબૂત ઓજાર હાથ લાગ્યું હોય, તેવા નિવેદનો આવી રહ્યા છે.

કોંગેસ નેતા રાહુલ ગાંધીએ તત્કાળ એવું નિવેદન આપ્યું કે, તે પછી આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો ચાલુ થઈ ગયો. રાહુલ ગાંધીએ 'એક્સ' પર જે લખ્યું તે મોદી સરકાર પર મોટો પ્રહાર છે. તેણે લખ્યું કે, 'નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો એક વધુ પુરાવો તમારી સામે છે. ભાજપાએ ઈલેક્ટોરલ બોન્ડને રિશ્વત અને કમિશન લેવાનું માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મહોર લાગી ગઈ છે.'

'એક્સ' પ્લેટફોર્મ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું કે, 'સુપ્રિમ કોર્ટે મોદી સરકારની બહુપ્રચારિત ચૂંટણી બોન્ડ સ્કીમને સંસદ દ્વારા પસાર કરેલા કાયદાની સાથે સાથે ભારતના બંધારણનું પણ ઉલ્લંઘન ગણાવ્યું છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેવા મુદ્દે આ જજમેન્ટ આવકારદાયક છે. આ ચૂકાદો નોટ સામે વોટની તાકાતને મજબૂત કરશે. મોદી સરકાર ડોનેશન આપનારાઓને વિશેષાધિકાર આપી રહી છે, અને અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે.'

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, વીવીપેટના મુદ્દે પણ સુપ્રિમ કોર્ટ હવે ઉચિત ચૂકાદો આપશે. જયરામ રમેશે કહ્યું કે, 'અમને આશા છે કે સુપ્રિમ કોર્ટ એ બાબત પર લક્ષ્ય આપશે કે ચૂંટણી આયોગ સતત વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) ના મુદ્દે રાજકીય પક્ષો સાથે મુલાકાતનો ઈનકાર કરી રહ્યું છે. જો મતદાન પ્રક્રિયા પારદર્શક જ હોય તો આટલી જીદ્ શા માટે?'

રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે, કોંગ્રેસ પહેલેથી જ ચૂંટણી બોન્ડની વિરોધી હતી. પવન ખેડાએ કહ્યું કે, ભાજપને મળેલા પર૦૦ કરોડના દાનના બદલામાં સરકારે કંપનીઓને શું આપ્યું? કિષ્ના અલ્લાવરૃએ એવો દાવો કર્યો કે, જે-તે સમયે ચૂંટણીપંચ, કાયદા મંત્રાલય અને નાણા મંત્રાલયના અધિકારીઓ આ વ્યવસ્થા સાથે સહમત ન હોય છતાં આ સ્કીમ દેશ પર લાદવામાં આવી હતી. આ મુદ્દામાં સીધા પ્રધાનમંત્રી સંકળાયેલા છે, વિગેરે...

આ તમામ મંતવ્યો વચ્ચે સરકાર તરફી પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને બન્ને મુદ્દે તાર્કિક દલીલો થઈ રહી છે, ત્યારે જોવાનું એ રહે છે કે ઈલેક્ટોરલ બોન્ડમાં શાસક અને વિપક્ષોને જંગી દાન આપનારાઓની પૂરેપૂરી વિગતો બહાર આવે, ત્યારે શું થશે? કાગડા બધે ય કાળા?!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ક્યા ક્યા મુદ્દાઓ બન્યા છે, ટોક ઓફ ધ નેશન...?

આજથી રાજકોટમાં શરૃ થયેલી ક્રિકેટ ટેસ્ટ મેચ તથા જય શાહે ટી-ર૦ વર્લ્ડકપ માટે કેપ્ટનના નામનો આપેલો સંકેત ચર્ચામાં છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. રરમી ફેબ્રુઆરીનો સૂચિત કાર્યક્રમ પણ તેઓના હાલાર સહિતના અન્ય વિસ્તારોના સંભવિત પ્રવાસને સાંકળીને ચર્ચાઈ રહ્યો છે. ગઈકાલે અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણની સાથે જ આ તમામ કાર્યક્રમોની આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અને કેટલી અસરો થશે, તેના વિશ્લેષણો થવા લાગ્યા છે, એટલું જ નહીં મોદી સરકાર સામે પૂરેપૂરી તૈયારી સાથે અને વિવિધ માંગણીઓને લઈને શરૃ થયેલું કિસાન આંદોલન પણ અગ્રતાક્રમે ચર્ચાય રહ્યું છે. હવે આજે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ખેડૂતોના આંદોલનને દેશવ્યાપી અને વિપક્ષોનું સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ તેમાં એમએસપીના મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

ગઈકાલે આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજયસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ ગઈ હતી અને વિવિધ પક્ષોએ પોતાના ઉમદવારોની જાહેરાત કરી દીધા પછી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. સોનિયા ગાંધીએ આ વખતે લોકસભાના બદલે રાજસ્થાનમાંથી રાજયસભા માટે ઉમેદવારી નોંધાવતા રાયબરેલીની બેઠક પરથી હવે પ્રિયંકા ગાંધી - વડેરા લોકસભાની ચૂંટણી લડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે. આ પ્રકારની સંભાવનાઓ રાષ્ટ્રીય ચર્ચાનો મુદો બની રહી છે.

કેટલાક મીડિયાના અહેવાલો મુજબ કોંગ્રેસે ઉત્તરપ્રદેશના બદલે હવે દક્ષિણ-પશ્ચિમના રાજ્યો તરફ નજર દોડાવી છે અને વાયનાડમાંથી વિજય થયેલા રાહુલ ગાંધી ફરીથી ત્યાંથી જ લોકસભા માટે ઉમેદવારી નોંધાવે છે કે, કર્ણાટકની કોઈ બેઠક પસંદ કરવા અંગેની અટકળો થઈ રહી છે. આ તમામ પ્રકારની અટકળો વચ્ચે આજે ગુજરાતમાંથી રાજયસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉમેદવારીએ બધાને ચોંકાવી દીધા છે, કારણ કે, પરસોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રીઓ તરીકે પરફોર્મન્સ જોતા તેઓને ગુજરાતની ટિકિટ મળશે, તેવું મનાતું હતું, પરંતુ તેવું થયું નથી. જો કે, આ બન્નેને હવે લોકસભા લડાવાશે તેમ જણાય છે.

જો કે, ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયામાં છવાયેલા છે, અને અબુધાબી મંદિરના લોકાર્પણને અયોધ્યાના રામ મંદિર સાથે સાંકળતો ઉલ્લેખ કરીને સનાતનના સદ્ગુણો દર્શાવાઈ રહ્યાં છે, તથા ભારતની વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાને ઉજાગર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલારની સૂચિત યાત્રા દરમિયાન યાત્રાધામ દ્વારકા અને રાજકોટમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોને લઈને થઈ રહેલી તૈયારીઓના અહેવાલો પણ સાર્વત્રિક રીતે છવાયેલા છે, તે ઉપરાંત રાજયસભા, લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ પી.એમ.ને સાંકળીને વિવિધ વિવેચનાઓ પ્રસારિત અને પ્રકાશિત થઈ રહી છે.

આ જ શ્રેણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગીનેતા, જેઓ હવે ભાજપમાં આવી ગયા છે, અને ભાજપની ટિકિટ પર જ રાજયસભાની ચૂંટણી લડવાના છે, તેના વિષે ભૂતકાળમાં કેવા શબ્દપ્રયોગો કર્યા હતા અને કોંગ્રેસ પર કેવા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં તેના જુના વીડિયો પ્રસારિત થઈ રહ્યાં છે. આ તમામ રેકોર્ડીંગ અને તેને સંલગ્ન ટીકા-ટિપ્પણીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ થઈ રહી હોવાથી આ મુદ્દો હવે "ટોક ઓફ ધી નેશન" બની ગયો છે, કારણ કે, ભૂતકાળમાં અશોક ચૌહાણ પર આદર્શ ગોટાળાથી જાહેર થયેલા કૌભાંડ હેઠળ શહીદોના આવાસો છીનવવાના સંદર્ભે ગંભીર આક્ષેેપો થયા હતાં.

રાજકોટની મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે જેવી રીતે બેટીંગ પસંદ કર્યુ છે, તેવી જ રીતે રાજકીય ક્ષેત્રે સર્જાયેલા ઘટનાક્રમો દરમિયાન લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની પીચ પર જોરદાર બોલીંગ બેટીંગ થશે, તે નક્કી છે. જો કે, ક્રિકેટ ખેલદિલીથી રમાતો આંતરરાષ્ટ્રીય ખેલ છે, જ્યારે રાજનીતિમાં પણ ખેલદિલી હોવી જ જોઈએ, પરંતુ ચૂંટણી જીતવા કોઈપણ હદ્દે જતા પરિબળો આ સિદ્ધાંત વિસરી જતા હોય છે, તેમ નથી લાગતું...?

એવા અહેવાલો આવ્યા છે કે, આજે સાંજે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે વાટાઘાટો થવાની છે અને સકારાત્મક વાટાઘાટો થાય તો કિસાન સંગઠનો આંદોલન થંભાવે કે થોડા સમય માટે સ્થગિત કરે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી હતી, તેવામાં આ મુદ્દે કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિતના નેતાઓએ આ મુદ્દે ખેડૂતોની તરફેણ (સમર્થન) માં જે નિવેદનો આપ્યા છે, તેથી આ આંદોલન હવે રાજકીય બની જશે, તો શું થશે...? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જો પી.એમ. મોદી સ્વયં ખેડૂતો સાથે વાતચીત કરશે, તો નક્કર ઉપાય નીકળી શકે તેવા મંતવ્યો પણ આવી રહ્યાં છે. જોઈએ... હવે શું થાય છે તે, આ મુદ્દો પણ હવે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.

સૌથી વધુ રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસતંત્ર વચ્ચેના ઘર્ષણની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, અને જો સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન નહીં થાય તો ખેડૂતો દિલ્હી કૂચ ચાલુ રાખશે તેવી ચીમકી મળતા જ કેન્દ્રીય મંત્રીઓ હવે સિરિયસલી ચર્ચા કરશે તેમ જણાય છે. આ મુદ્દો પણ "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વસંત પંચમી, વેલેન્ટાઈન ડે અને વિવાહ પ્રસંગોનો ત્રિવેણી સંગમ

આજે વસંત પંચમી, વેલેન્ટાઈન ડે અને વિવાહ પ્રસંગોનો અદ્દભુત, આહ્લાદક અને અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો છે. કાચબાની પીઠ પર જે શહેરની રચના થઈ હોવાનું મનાય છે, તે ભરૂચ શહેરનો આજે સ્થાપના દિન પણ છે અને દેશમાં કાશી પછી સૌથી પ્રાચીન શહેર મનાતા આ શહેર ભૃગુપુર તરીકે પણ ઓળખાતું હતું. આપણા દેશની વૈવિધ્યસભર વિશેષતાઓ તથા પ્રાચીન અને પશ્ચિમી સંસ્કૃતિઓના સમાગમ સમો આ સુભગસંયોગ લોકો ભરીને માણી રહ્યા છે.

બીજી તરફ રાજકોટમાં આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ક્રિકેટ ટેસ્ટમેચની પૂર્વ સંધ્યાએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું 'નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ પણ થવા જઈ રહ્યું છે, તેથી આજનો દિવસ ગુજરાતમાં પંચરંગી પ્રસંગોનો સાક્ષી પણ બન્યો છે. આજે ઘણાં બધા યુગલો પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે, તેઓને પણ આ ઐતિહાસિક પ્રસંગ જીવનભર યાદ રહેવાનો છે.

વસંત પંચમીને માતા સરસ્વતીજીના પ્રાગટ્યદિન તરીકે ઉજવવામાં આવે છે, અને વેલેન્ટાઈન ડે પણ સંત વેલેન્ટાઈન સાથે સંકળાયેલો છે, તેથી આ બન્ને દિવસોનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ છે. તે ઉપરાંત વસંતપંચમીની ઉજવણીમાં નૈસર્ગિક સાંૈદર્ય અને રોમાંચનું સંયોજન થતું હોવાથી આ બન્ને પ્રસંગો યુવા હૈયાઓ માટે પણ ઘણાં જ રોમાંચક બનતા હોય છે.

વસંતઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, જે ઋતુચક્રની શ્રેષ્ઠ ઋતુ મનાય છે, જેનો પ્રારંભ મહાસુદ પાંચમથી થતો હોવાથી તેને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે જ દેશમાં સુફી બસંત તથા બસંત પતંગોત્સવ જેવી ઉજવણીઓ પણ થતી હોય છે.

માતા સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે વસંત ઋતુના પ્રારંભે મહાસુદ-પાંચમના દિવસે સરસ્વતી પૂજન કર્યું હતું, ત્યારથી વસંતપંચમીની ઉજવણી અને સરસ્વતી પૂજન તથા નૈસર્ગિક આનંદની પરંપરા ચાલી આવે છે. મહર્ષિ વાલ્મિકીનો રચનાઓમાં કુંભકર્ણની કથામાં માતા સરસ્વતીની મહત્ત્વની ભૂમિકાનો ઉલ્લેખ થયો છે. ઋષિ યાજ્ઞ વલ્કપની નષ્ટ થયેલી વિદ્યા પણ માતા સરસ્વતીની કૃપાથી પરત મળી હોવાની કથા પ્રચલીત છે. ઋગ્વેદમાં પણ માતા સરસ્વતીનો ઉલ્લેખ છે.

વેલેન્ટાઈન ડે દર વર્ષે ૧૪ મી ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. રોમના સમ્રાટ કલાઉડીયસના શાસનકાળમાં થઈ ગયેલા સંત વેલેન્ટાઈન સાથે આ ઉજવણી સંકળાયેલી છે. રોમના સમ્રાટે સેનામાં યુવાનોની પૂરતા પ્રમાણમાં ભરતી કવરાના હેતુથી લગ્ન પર પ્રતિબંધો મૂકયા અને સંત વેલેન્ટાઈને તેનો વિરોધ કરતા સમ્રાટે તેને ૧૪ ફેબ્રુઆરીના દિવસે ફાંસીએ ચડાવ્યા હોવાની પ્રચલીત કથા મુજબ પ્રેમી યુગલો માટે બલિદાન આપનાર સંત વેલેન્ટાઈનની સ્મૃતિમાં થતી આ ઉજવણી હવે સાર્વજનિક બની ગઈ છે અને હવે તો માર્કેટીંગ કૌશલ્યની પણ પૂરક ભૂમિકા વધી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

અત્યારે શુભપ્રસંગોની મોસમ પણ ખીલી ઉઠી છે અને વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ના સંયોજન સાથે શુભલગ્નોનો ત્રિવેણીસંગમ સર્જાતા સમગ્ર માહોલ ઘણો જ આનંદમય, આહ્લાદક, અવિસ્મરણીય બનીને અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે.

ફેબ્રુઆરી અને મહા મહિનાની સાથે આ વર્ષે થનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પણ સંગમ રચાઈ રહેલો જણાય છે, તેથી વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ની ઉજવણી ઉપરાંત લગ્નપ્રસંગોમાં પણ ઘણાં સ્થળે ચૂંટણીલક્ષી પરોક્ષ પ્રવૃત્તિઓની છાંટ જોવા મળી રહી છે.

દાયકાઓથી જેની રાહ જોવાતી હતી તે બેટ દ્વારકાથી ઓખાને જોડતા સિગ્નેચર-બ્રિજનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ર૪ અને રપ ના દિવસે દ્વારકા આવી રહ્યા હોવાના અહેવાલો પછી યાત્રાધામ દ્વારકામાં સ્વાભાવિક રીતે જ ચહલ-પહલ વધી ગઈ છે અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. યોગાનુયોગ તા.ર૪-રપ ફેબ્રુ.ના સમાન સમયે જ પૂર્ણિમા હોવાથી નિયમિત રીતે  પૂનમ ભરવા આવતા ભકતોની મોટી સંખ્યા હોવાથી અને તે જ દિવસે દ્વારકામાં ધ્વજારોહણો, મંગલ પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો વધુ હોવાથી લોકોને, ભકતોને તથા પ્રસંગો ઉજવતા લોકોને તકલીફ ન પડે, તેવી રીતે વિવિધ વ્યવસ્થાઓ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ તંત્રો માટે પડકારરૂપ બનવાની છે. આ જ દિવસે દ્વારકામાં સંખ્યાબંધ લગ્ન પ્રસંગો પણ યોજાનાર છે, તેથી સુરક્ષા વ્યવસ્થા જાળવતા તંત્રોએ પણ વ્યવહારૂ અભિગમ સાથે વ્યવસ્થાઓ જાળવવી પડે તેમ છે. તેથી આ તમામ બાબતોને લક્ષ્યમાં લઈને જ તંત્રો સિક્યોરિટી પ્લાન ઘડી રહ્યા હશે, તે નક્કી છે.

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા અને નિવાસ સ્થાન મનાતા બેટદ્વારકા વચ્ચે નિર્માણ થયેલો સિગ્નેચર બ્રિજ બહુહેતુક પુરવાર થવાનો છે, તેની સાથે સાથે બેટ દ્વારકામાં પણ આંતરિક તમામ વ્યવસ્થાઓના વિસ્તૃતિકરણ અને નવીનીકરણ-આધુનિકરણની જરૂર પડવાની જ છે, તેથી તદ્વિષયક પ્રિ-પ્લાનીંગ પણ સંબંધિત તંત્રો તથા સરકારે વિચાર્યું જ હશે, તે ઉપરાંત પાકિસ્તાનની દરિયાઈ સીમા નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ હવે વ્યૂહાત્મક પ્રબંધો કરવા પડવાના છે, ત્યારે આ તમામ મુદ્દે સરકારી તંત્રો સજાગ હશે તેમ માનીએ.

આજના ત્રિવેણી સંગમ સમા દિવસની તમામ વાચકો તથા નોબત સાથે સંકળાયેલા તમામ લોકો સહિત સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh