જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

નિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત ખરીદી ગત સપ્તાહે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર નવી ઊંચાઈનો ઈતિહાસ બાદ આજે સપ્તાહના ત્રીજા દિવસે ઓવરવેલ્યુએશનના વધતાં જોખમ અને માર્ચ મહિનાનો આરંભ થઈ જતાં અને તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડોને સ્મોલ કેપ ફંડો મામલે નિયામક તંત્ર સેબીએ રોકાણકારોને જોખમો વિશે વધુ માહિતી પૂરી પાડવાની કરેલી તાકીદે સ્મોલ, મીડ કેપ શેરોમાં ખેલંદાઓ ઓપરેટરો અને ફંડોએ વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૨૯% અને નેસ્ડેક ૧.૮૯% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ અને બેન્કેક્ષ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૦ અને વધનારની સંખ્યા ૧૦૬૦ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો વૈશ્વિક સ્તરે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારાની હાલ તુરત શકયતા નહીં હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે પણ બજારને સપોર્ટ મળ્યો છે. ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસ સાધવા સક્ષમ હોવાનો અને અહીં વિકાસની વિપુલ તકો પડેલી હોવાનો વિદેશી રોકાણકારોને અહેસાસ કરાવી ભારતીય બજારમાં વિદેશી ફંડોના રોકાણને આકર્ષવા માટેનો આ મોટો પ્રયાસ હોવાનું જોવાઈ રહ્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં કરેલી મોટી ખરીદીના પરિણામે ભારતીય શેરબજાર ઐતિહાસિક ટોચ નજીક ટ્રેડ થઇ રહ્યું છે. જો કે વેલ્યુએશન મામલે હજુ સ્મોલ, મિડ કેપ ઘણા શેરો ઓવરવેલ્યુઅડ હોવાને લઈ રેગ્યુલેટરી  ઓથોરિટી સેબીએ મ્યુચ્યુઅલ ફંડોના એસેટ મેનેજરોને તેમના ફંડો સાથે સંકળાયેલા જોખમોની માહિતી રોકાણકારોને આપવા કરેલી તાકીદે અગમચેતીના પગલાં તેમજ ઓવરવેલ્યુએશનનું પરિબળ હજુ યથાવત હોવાથી દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે અપ્રિલ ગોલ્ડ રૂ.૬૪૭૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૬૪૭૩૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૪૬૭૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૪૭૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૭૩૨૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૩૨૦૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૩૦૨૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૦૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

મુથુત ફાઈનાન્સ (૧૩૬૫) ઃ મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

રામકો સિમેન્ટ્સ (૮૨૮) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૩૮ થી રૂ.૮૪૫ ભાવ નોંધાવે તેવી સંભાવના છે !!

ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૫૪) ઃ રૂ.૧૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!

ઓરબિન્દો ફાર્મા (૧૦૮૮) ઃ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

સ્ટેટ બેન્ક (૭૮૭) ઃ રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પબ્લિક બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh