Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી શૈલેષ પ્રતાપરાય દવે (ઉ.વ. ૭૭), નિવૃત્ત પ્રો. ઓફિસર યુ.સી.ડી. જે.એમ.સી. અને ટ્રસ્ટી - ગીતા વિદ્યાલય), તે ગં.સ્વ. ચંદ્રિકાબેન હરીલાલ મહેતા (શ્રેયસ હાઈસ્કૂલ) ના પતિ અને પૃથા નયનભાઈ વ્યાસ તથા નિધિ રીતેશભાઈ નથવાણીના પિતા તેમજ ક્ષિતિ, સોમ તથા જૂઈના નાનાનું તા. પ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું- પ્રાર્થનાસભા તા. ૭-૩-ર૦ર૪ (ગુરૃવાર) ના સાંજે પ થી પ.૩૦ દરમિયાન ગીતા મંદિર, મહાવીર સોસાયટી, પારસ સોસાયટી, પી.એન. માર્ગ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ગુર્જર સુથાર સ્વ. જેઠાલાલ વાલજી અંબાસણાના પુત્ર નારણભાઈ, તે વ્રજલાલ જેઠાલાલ, મગનલાલ જેઠાલાલના નાનાભાઈ તથા દિનેશભાઈ, પરેશભાઈના કાકાનું અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૭-૩-ર૦ર૪, ગુરૃવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન ગુલાબનગર, રામેશ્વર મંદિર, વિભાપર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.ભાટિયાઃ હસમુખભાઈ પાઉ (ઉ.વ. પ૦) (લાંબાબંદર), તે સ્વ. મેઘજીભાઈ દેવજીભાઈ પાઉ (જનતા હોટલવાળા) ના પુત્ર તથા મયુરભાઈ પાઉ, જયેશભાઈ પાઉના નાનાભાઈ તથા સ્વ. મંગલદાસ દેવજી પાંઉ, સ્વ. જયંતિલાલ દેવજી, ધનજીભાઈ દેવજીભાઈના નાનાભાઈના પુત્ર તથા ભગવાનજીભાઈ દેવજીભાઈ પાંઉના ભત્રીજાનું તા. પ-૩-ર૦ર૪ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું અને મોસાળપક્ષની સાદડી તા. ૭-૩-ર૦ર૪ ના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન લાંબાબંદર, લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવી છે.
જામનગરઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નવીનચંદ્ર જાની (ઉ.વ. ૯૧), તે સ્વ. જુગતરામ લાલજીભાઈ જાનીના પુત્ર તેમજ અતુલભાઈ, મીનાબેન દિપકકુમાર ઠાકર, નેહાબેન નવીનચંદ્ર જાનીના પિતા, વિશાલભાઈ એ. જાની, નિરવભાઈના દાદા, દિપકકુમાર ચંદુલાલ ઠાકર, રાજેન્દ્રકુમાર લાભશંકર વ્યાસના સસરાનું તા. ૪ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭ ના સાંજે પ થી પ.૩૦ દરમિયાન પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ પાયલ અમિતભાઈ ગંધા (ઉ.વ. ૨૦) તે અમિતભાઈ કનૈયાલાલ ગંધાની પુત્રી, કનૈયાલાલ તુલસીદાસ ગંધા (જોડીયાવાળા)ની પૌત્રી, તે બિમલભાઈ, પ્રશાંતભાઈ, નરેશભાઈ,આકાશભાઈની ભત્રીજી, તે ભાવેશભાઈ ગિરીશભાઈ દત્તાણીની ભાણેજનું તા. ૦૪ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા તા. ૦૭-૦૩-૨૪ના સાંજે ૪ થી ૪ઃ૩૦ પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.