ખંભાળીયાના ધરમપુરમાં વીરબાલાજી હનુમાન મંદિરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ થયો હતો.
શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર આયોજીત તથા મુખ્ય આયોજક તરીકે ધરમપુરના પૂર્વ સરપંચ લાલજીભાઈ દેવશીભાઈ ખાખીના આયોજનમાં તા. ૧૩-૩ ના રામ મંદિર નગરગેઈટથી કથાસ્થળ સુધી પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ધરમપુરના ગ્રામજનો તથા આગેવાનો જોડાયા હતાં.
તા. ૧૪-૩ ના કથા મહાત્મા તથા મહાભારતના પ્રસંગોનું વર્ણન થયું હતું. ૧પ-૩ ના પરીક્ષીતનું ગંગા ગમન તથા વરાહ અવતારનું વર્ણન થયું હતું. તથા તા. ૧૬-૩-ર૩ ના કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય તથા સતીચરિત્ર યોજાયું હતું. કુહાડીયાવાળા ભાગવતાચાર્ય પ.પૂ. શાસ્ત્રી ભાવેશભાઈ આરંભડીયાના વ્યાસાસને ચાલતી આ સપ્તાહમાં સવાર-સાંજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. તાજેતરમાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી ભરતભાઈ ગોમીયા, ભાતેલના અગ્રણી શક્તિસિંહ જાડેજા, તા.પં.ના કારોબારી ચેરમેન તથા ભાજપ જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, મહીપતભાઈ માહી, ભાજપ કાર્યાલય મંત્રી હિતેન્દ્રભાઈ આચાર્ય વિગેરે દ્વારા સપ્તાહનો લાભ લેવામાં આવ્યો હતો.