તાજેતરમાં અમદાવાદમાં સેકન્ડ પેરા આર્મ્સ રેસલિંગ ચેમ્પિયનશિપ-ર૦ર૩ યોજાઈ હતી. જેમાં જામનગરના ૬ ખેલાડીઓએ તેમની અથાક મહેનતના પરિણામે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સ્પર્ધામાં રસિકસિંહ જાડેજાએ પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય ક્રમાંક શ્રેણીમાં શિવદાસ ગુજરીયા, વિઠ્ઠલ કમાણી, ગૌરી પંગર અને અંજુમા બેલીમે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. તેમજ, તૃતીય શ્રેણીમાં જામનગર તાલુકાના અલિયાબાડા ગામના બિપિન અમૃતિયાએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ તમામ દિવ્યાંગ ખેલાડીઓની સિદ્ધિએ જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.